________________ 653 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા આમ પાંચ અણુવ્રત સ્વીકારવાના કુલ ભાંગા = 30 + 360 + 2, 160 + 6,480 + 7, 776 16, 806 તેથી શ્રાવકના 16, 806 પ્રકાર છે. તેમાં ઉત્તરગુણ સ્વીકારેલ અને અવિરતસમ્યગ્દષ્ટિ એ બેને ઉમેરતા શ્રાવકના 16,808 પ્રકાર થાય છે. 6 ભંગીને આશ્રયીને 12 વ્રતોના અસંયોગી વગેરે કુલ ભાંગા 13, 84, 12,87, 200 છે. તેમાં ઉત્તરગુણ સ્વીકારેલ અને અવિરતસમ્યગ્દષ્ટિ એ બેને ઉમેરતા શ્રાવકના 13, 84, 12,87, 202 પ્રકાર થાય છે. સાધુના વ્રતના 27 ભાંગા છે - (1-9) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરવો નહીં, કરાવવો નહીં, કરતાંની અનુમોદના ન કરવી. 9 x 3 (કાળ) = ર૭ ભાંગા. સંયોગો ગમે તેવા સર્જાય કે નિમિત્તો ગમે તેવા તમારી સામે આવીને ઊભા રહે, તમારા અધ્યવસાયોને તમારે મલિન બનવા દેવાના નથી જ. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા એક વાર માફ થઈ જશે પણ અધ્યવસાયોની મલિનતા તો માફ નહીં જ થાય. + મારી ભૂલનો બચાવ મારે કરવો નથી અને સામાની ભૂલનો સંગ્રહ પણ મારે કરવો નથી.