________________ 654 દ્વાર ૨૩૭મું - 18 પાપસ્થાનકો દ્વાર ૨૩૭મું - 18 પાપસ્થાનકો પાપના કારણરૂપ સ્થાનકો તે પાપસ્થાનકો. તે 18 છે - (1) પ્રાણાતિપાત - હિંસા. (2) મૃષાવાદ - જૂઠ. (3) અદત્તાદાન - ચોરી. (4) મૈથુન - અબ્રહ્મ. (5) પરિગ્રહ - ધન-ધાન્યાદિનો સંગ્રહ અને તેની પર મચ્છ કરવી. (6) રાત્રિભોજન - સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પૂર્વે ખાવું. (7) ક્રોધ - અપ્રીતિ, અરુચિ. (8) માન - પોતાને ચઢિયાતો અને બીજાને હલકો માનવો. (9) માયા - અંદરથી જુદુ - બહારથી જુદુ, કપટ (10) લોભ - તૃષ્ણા ન હોય તે મેળવવાની ઇચ્છા), આસક્તિ (હોય તે ન છોડવાની ઇચ્છા) (11) રાગ (પ્રેમ)-અવ્યક્ત માયા-લોભ રૂપ આસક્તિ. (12) વૈષ-અવ્યક્ત ક્રોધ-માન રૂપ અપ્રીતિ. (13) કલહ - ઝઘડો. (14) અભ્યાખ્યાન - પ્રગટ રીતે ખોટા દોષનું આરોપણ કરવું. (15) પશ્ચ-છૂપી રીતે ખોટા દોષનું આરોપણ કરવું. (16) પરપરિવાદ - બીજાની નિંદા કરવી. (17) માયામૃષાવાદ-માયાપૂર્વક જૂઠ બોલવું.