________________ 632 દ્વાર ૨૩૨મું - 6 પર્યાપ્તિઓ મન જીવો | પર્યાપ્તિ | પર્યાપ્તિ સંખ્યા સંજ્ઞી | આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો પહેલી ત્રણ પર્યાપ્તિઓ પૂરી કરીને અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત જીવીને પછી જ મરે છે. ઔદારિક શરીરમાં પર્યાપ્તિનો કાળ બધી પર્યાપ્તિઓ ઉત્પત્તિના પ્રથમ સમયે શરૂ થાય છે. આહારપર્યાપ્તિ પહેલા સમયે પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે. વૈક્રિય અને આહારક શરીરમાં પર્યાપ્તિનો કાળ બધી પર્યાપ્તિઓ ઉત્પત્તિના પ્રથમ સમયે શરૂ થાય છે. આહારપર્યાપ્તિ પહેલા સમયે પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછીના સમયે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછીના સમયે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછીના સમયે ૧ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછીના સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે. 1. દેવોને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ બન્ને એકસાથે થાય છે.