________________ દ્વાર ૨૩૨મું - 6 પર્યાપ્તિઓ 631 દ્વાર ૨૩૨મું - 6 પર્યાપ્તિઓ પર્યાપ્તિ - આહાર વગેરે પુદ્ગલોને ગ્રહણ કરવાની અને પરિસમાવવાની આત્માની શક્તિ તે પર્યાપ્તિ. તે પુદ્ગલના ઉપચય (ભેગા થવા)થી થાય છે. તે 7 પ્રકારની છે - (1) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેમને રસ અને ખલ રૂપે પરિણાવે છે તે. (2) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસરૂપે પરિણમેલા આહારમાંથી રસ, લોહી, માંસ, મેદ, હાડકા, મજ્જા, વીર્ય - આ સાત ધાતુરૂપ શરીર બનાવે છે તે. (3) ઇન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ધાતુરૂપે પરિણમેલા આહારમાંથી ઇન્દ્રિયપ્રાયોગ્ય દ્રવ્ય લઈને સ્વયોગ્ય ઇન્દ્રિયો બનાવે છે તે. (4) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના દલિકોને લઈને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવીને તેમનું આલંબન લઈને તેમને છોડી દે છે તે. (5) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના દલિકોને લઈને ભાષારૂપે પરિણાવીને તેમનું આલંબન લઈને તેમને છોડી દે છે તે. (6) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને લઈને મનરૂપે પરિણમાવીને તેમનું આલંબન લઈને તેમને છોડી દે છે તે. જીવોને વિષે પર્યાપ્તિ જીવો | પર્યાપ્તિ | પર્યાપ્તિ સંખ્યા એકેન્દ્રિય | 4 | આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ વિકલેન્દ્રિય, | 5 | આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અસંજ્ઞી પંચેન્દ્રિય