________________ 6 30 દ્વાર ૨૩૧મું - 7 સમુદ્યાત જીવો સમુદ્યાત સમુદ્યાત સંખ્યા પૃથ્વીકાય, અકાય, 3 વેદના, કષાય, મરણ તેઉકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ 7 વિદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક, કેવળી મનુષ્ય શ્રદ્ધાવિહોણી ભક્તિ કદી ફળવતી બનતી નથી. અચિંત્ય શક્તિયુક્ત શ્રીઅરિહંત પરમાત્માની તારક શક્તિમાં સહેજ પણ શંકા કરવી એ મોટો દોષ છે. મિથ્યામતિનો વિકૃત ઓડકાર હોય છે. તાત્પર્ય કે ભક્તને ભગવાનમાં સો ટચની શ્રદ્ધા જ હોવી જોઈએ. હે આત્મન્ ! આયુષ્યરૂપી વૃક્ષ ક્ષણ, ઘડી, મુહૂર્તો, દિવસ-રાતો વગેરે કાળના કુઠારાઘાતોથી પૂર્ણ છેદાઈ ન જાય ત્યાં સુધી તું જ્ઞાન-સંયમતપની આરાધનાથી ભાવિ હિત માટે પ્રયત્ન કરી લે, કેમકે પછી કંઈ થઈ શકશે નહીં. વધ-મારણ-આળ ચડાવવું - પરધનહરણ વગેરે બીજાના પ્રત્યે આચરેલ પીડાનું દશગુણ ફળ જઘન્યથી ભોગવવું પડશે. પણ આમાં જેમ જેમ પરિણામ વધુને વધુ દ્રષવાળા હોય તેમ તેમ ફળ પણ વધતું જાય છે, સોગુણ, હજારગુણ, લાખગુણ, કોટિગુણ, કોટાકોટિગુણ કે તેથી પણ વધુ ફળ ભોગવવું પડે છે. + 1. આ પ્રજ્ઞાપના સૂત્રનો મત છે. પ્રવચનસારોદ્ધારના મતે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને તૈજસ સમુદ્યાત પણ હોય છે.