________________ દ્વાર ૨૩૧મું - 7 સમુઘાત 6 29 લોકાંત સુધી ફેલાવીને મંથાન કરે છે. આમ ઘણો ખરો લોક પૂરાઈ જાય છે. મંથાનના આંતરા હજી પૂરાયા નથી, કેમકે આત્મપ્રદેશો સમશ્રેણિએ જાય છે. ચોથા સમયે તે આંતરા અને લોકના નિષ્ફટોને આત્મપ્રદેશોથી પૂરી દે છે. આમ સંપૂર્ણ લોક પૂરાઈ જાય છે. પાંચમા સમયે આત્મપ્રદેશોને આંતરા અને નિષ્ફટોમાંથી સંહરી મંથાન કરે છે. છટ્ટા સમયે આત્મપ્રદેશોને મંથાનમાંથી સંહરી કપાટ કરે છે. સાતમા સમયે આત્મપ્રદેશોને કપાટમાંથી સંહરી દંડ કરે છે. આઠમા સમયે આત્મપ્રદેશોને દંડમાંથી સંતરી મૂળશરીરમાં લાવે છે. આમ કરતા તે વેદનીય, નામ અને ગોત્ર કર્મોના ઘણા દલિકોને ખપાવે છે. આ કેવળી સમુદ્યાત છે. તે 8 સમયનો છે. પહેલા અને છેલ્લા સમયે ઔદારિક કાયયોગ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે દારિકમિશ્ર કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તે અણાહારી હોય છે. શેષ સમયોમાં તે આહારી હોય છે. જીવોને વિષે સમુદ્યાત જીવો સમુદ્દાત સમુદ્યાત સંખ્યા | નારકી, વાયુકાય | 4 વેદના, કષાય, મરણ, વૈક્રિય દેવ, પંચેન્દ્રિયતિયચી | 5 વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ + શાસ્ત્ર એ પાપરૂપી રોગને દૂર કરવાનું ઔષધ છે, સત્કાર્યોનું કારણ છે, બધું જોઈ શકનારી આંખ છે, બધા કાર્યોની સિદ્ધિનું કારણ છે.