________________ 6 28 દ્વાર ૨૩૧મું - 7 સમુદ્યાત કાળ અંતર્મુહૂર્ત છે. (4) વૈક્રિય સમુઘાત - વૈક્રિય લબ્ધિવાળો જીવ વૈક્રિયશરીર બનાવતી વખતે શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને જાડાઈ-પહોળાઈથી શરીર પ્રમાણ અને લંબાઈથી સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે. આમ કરતા તે વૈક્રિયશરીર નામકર્મના ઘણા દલિકોને ખપાવે છે. આ વૈક્રિય સમુદ્યાત છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (5) તૈજસ સમુદ્રઘાત - તેજોવેશ્યાની લબ્ધિવાળા ગુસ્સે થયેલા સાધુ વગેરે 7-8 ડગલા પાછા ફરીને શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને જાડાઈ-પહોળાઈથી શરીરપ્રમાણ અને લંબાઈથી સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે અને તેજસ્ વર્ગણાના પુદ્ગલો લઈને જેના પર ગુસ્સો આવ્યો હોય તે માણસને બાળે છે. આમ કરતા તે તૈજસશરીર નામકર્મના ઘણા દલિકોને ખપાવે છે. આ તૈજસ સમુદ્યાત છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (6) આહારક સમુઘાત - આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને શરીરપ્રમાણ જાડો-પહોળો અને સંખ્યાતા યોજન લાંબો દંડ કરે છે. આમ કરતા તે આહારકશરીર નામકર્મના ઘણા દલિકોને ખપાવે છે. આ આહારક સમુદ્યાત છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (7) કેવળી સમુદ્યાત - જે કેવળી ભગવંતોને આયુષ્યકર્મ કરતા વેદનીય, નામ, ગોત્ર કર્મોની સ્થિતિ વધુ હોય તેઓ તેમની સ્થિતિને સમાન કરવા કેવળી સમુદ્ધાત કરે છે. તેમાં પહેલા સમયે શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને શરીરપ્રમાણ જાડો અને ઉપર-નીચે લોકાંત સુધીનો દંડ કરે છે. બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ લોકાંત સુધી ફેલાવીને દંડમાંથી કપાટ કરે છે. ત્રીજા સમયે તે કપાટને ઉત્તર-દક્ષિણ કે પૂર્વ-પશ્ચિમ