________________ દ્વાર ૨૩૧મું - 7 સમુઘાત 6 27 દ્વાર ૨૩૧મું- 7 સમુદ્યાત વેદના વગેરેમાં એકાકારપણા વડે જીવ ઉદીરણાકરણ વડે વેદનીય વગેરે કર્મોના ઘણા દલિકોને ખેંચીને ઉદયમાં નાંખીને અનુભવીને ખપાવે છે. આ ક્રિયાને સમુદ્દાત કહેવાય છે. તે 7 પ્રકારના છે - (1) વેદના સમુઘાત - વેદનાથી પીડાયેલો જીવ શરીરમાંથી આત્મ પ્રદેશોને બહાર કાઢીને મુખ, જઠર વગેરેના છિદ્રો અને કાન, ખભા વગેરેના અંતરો પૂરીને શરીરની લંબાઈ-પહોળાઈ જેટલા ક્ષેત્રોને વ્યાપીને અંતર્મુહૂર્ત સુધી રહે છે. આમ કરતા તે અસતાવેદનીયના ઘણા દલિકોને ખપાવે છે. આ વેદનાસમુદ્ધાત છે. સમુદ્ધાતમાંથી નીકળીને તે પાછો સ્વરૂપમાં આવી જાય છે. આ સમુદ્ધાતનો કાળ અંતર્મુહૂર્ત છે. (2) કષાય સમુઘાત - તીવ્ર કષાયોથી વ્યાકુળ બનેલો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને મુખ, જઠર વગેરેના છિદ્રો અને કાન, ખભા વગેરેના અંતરો પૂરીને શરીરની લંબાઈ-પહોળાઈ જેટલા ક્ષેત્રને વ્યાપીને અંતર્મુહૂર્ત સુધી રહે છે. આમ કરતા તે કષાયમોહનીયના ઘણા દલિકોને ખપાવે છે. આ કષાયસમુદ્યાત છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (3) મરણ સમુદ્યાત - અંતર્મુહૂર્તનું આયુષ્ય બાકી હોય ત્યારે કોઈક જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને મુખ, જઠર વગેરેના છિદ્રો અને કાન, ખભા વગેરેના અંતરો પૂરીને શરીરની જાડાઈપહોળાઈ જેટલા જાડા-પહોળા અને લંબાઈથી શરીરથી બહાર જઘન્યથી અંગુલ જેટલા ક્ષેત્રને અને ઉત્કૃષ્ટથી એક દિશામાં અસંખ્ય અસંખ્ય યોજન સુધીના ક્ષેત્રને વ્યાપીને રહે છે. આમ કરતા તે આયુષ્ય કર્મના ઘણા દલિકોને ખપાવે છે. આ મરણ સમુદ્યાત છે. તેનો