________________ દ્વાર ૨૩૦મું - ઉત્તરવૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટકાળ વાર ર૩ મું - ઉત્તરવૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટકાળ જીવો નારકી તિર્યંચ મનુષ્ય દેવા ઉત્તરવૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત 4 અંતર્મુહૂર્ત 15 અહોરાત્ર ઇતિહાસને વાંચી જવામાં, શીખી જવામાં કે લોકો સમક્ષ રજૂ કરી દેવામાં કોઈ જ વિશેષતા નથી. અસલી પરાક્રમ તો એ ઇતિહાસમાંથી બોધપાઠ લઈને સ્વજીવનને ગલતથી પાછુ વાળી દઈને સમ્યફમાં જોડી દેવામાં છે. મમતામાં અંધ થયેલ જીવને પોતાના ગુણો જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં મારાપણાની બુદ્ધિ થતી નથી, પરંતુ ધન, કુટુંબ, પરિવાર, સ્વજનો, મિત્રો વગેરે જે પોતાના નથી તેમાં પોતાનાપણાની બુદ્ધિ થાય છે. આ છે મમતાની કુટિલતા ! સંસારમાં રખડાવનાર, દુર્ગતિઓમાં કારમાં દુ:ખ આપનાર આ દુનિયાના ભોગોમાં માણસ નિર્ભીકપણે પ્રવર્તે છે અને સંસારના સર્વ દુઃખોથી મુક્ત કરનાર, અનંત સુખમાં કારણભૂત એવા સંયમ-તપના અનુષ્ઠાનોથી જીવ દૂર રહે છે, ગભરાય છે. આ મમતાનું કાર્ય છે. + મન વિના દેવગતિમાં ય જઈ શકાય છે તો નરકગતિમાં ય જઈ શકાય છે પણ પરમગતિમાં તો મન વિના, મનનો સહ્યોગ લીધા વિના નથી જ જઈ શકાતું. + 1. દંડકની ૧૦મી ગાથામાં 4 મુહૂર્ત કર્યું છે.