________________ દ્વાર ર૩૩મું - ચાર અણાહારી 633 દ્વાર ૨૩૩મું - ચાર અણાહારી અણાહારી - જે આહાર ન લે તે અણાહારી. તે જ પ્રકારે છે - (1) વિગ્રહગતિને પામેલા જીવો - ભવાંતરમાં જતા જીવની બે રીતે ગતિ થાય છે - (1) ઋજુગતિ - જો ભવાંતરનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિએ જ હોય તો જીવ એક જ સમયમાં સીધો ત્યાં પહોંચી જાય છે. આને ઋજુગતિ કહેવાય છે. તે 1 સમયની હોય છે. તેમાં અવશ્ય આહારક હોય છે. (ર) વિગ્રહગતિ - જો ભવાંતરનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિએ ન હોય પણ વળાંકમાં હોય તો જીવ વિગ્રહગતિથી (વળાંકવાળી ગતિથી) ત્યાં પહોંચે છે. આ વિગ્રહગતિ 4 પ્રકારની છે - (a) એક વકવાળી વિગ્રહગતિ - એક જ પ્રતરમાં એક દિશામાંથી બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવ 1 વકવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેમાં 2 સમય લાગે છે. તે બન્ને સમયોમાં આહારક થાય છે. પહેલા સમયે દિશામાંથી વિદિશામાં જાય. બીજા સમયે વિદિશામાંથી દિશામાં જાય. (b) બે વર્કવાળી વિગ્રહગતિ - એક દિશામાંથી ઉપર કે નીચે બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવ ર વક્રવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેમાં 3 સમય લાગે છે. તેમાં વચ્ચેના સમયે અનાહારક હોય છે. પહેલા સમયે ઉપર કે નીચે જાય. બીજા સમયે વિદિશામાં જાય. ત્રીજા સમયે દિશામાં જાય. (c) ત્રણ વકવાળી વિગ્રહગતિ - અધોલોકમાં ત્રસનાડીની બહાર દિશામાંથી ઊર્ધ્વલોકમાં સનાડીની બહાર વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવ 3 વકવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેમાં 4 સમય લાગે છે. તેમાં વચ્ચેના 2 સમયોમાં અનાહારક હોય છે. પહેલા સમયે સનાડીમાં આવે. બીજા સમયે ઉપર જાય. ત્રીજા સમયે