________________ દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા 617 શુકલધ્યાન કરતાં પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણના કાળ જેટલા કાળવાળા શૈલેશીકરણમાં પ્રવેશે છે. તેમાં પેટ વગેરેના છિદ્રોને આત્મપ્રદેશોથી પૂરવાને લીધે શરીરની અવગાહનાનો ત્રીજો ભાગ ન્યૂન થાય છે. તેમાં વેદનીય, નામ, ગોત્ર - આ ત્રણ કર્મોને અસંખ્યગુણવાળી શ્રેણિથી અને આયુષ્યને પોતાના સ્વરૂપમાં રહેલ શ્રેણિથી ખપાવે છે. છેલ્લા સમયે તે કેવળીભગવંત સર્વ કર્મ ખપી જવાથી ઋજુશ્રેણિથી એક જ સમયમાં ઊર્ધ્વલોકને અંતે પહોંચી જાય છે અને ત્યાં અનંતકાળ રહે છે. લોકાંતથી ઉપર ધર્માસ્તિકાય ન હોવાથી તેઓ ઉપર જતા નથી. + પ્રભુ ! હું એવું મૃત્યુ માંગું છું કે અંતિમકાળે આ થયું હોત કે તે થયું હોત કે પેલું થયું હોત એવી ગોતાગોત ન હોય. અંતિમ શ્વાસ સુધી એક માત્ર આત્માની જ શોધ કરું. આત્માને વિષે જ વિચારું. પ્રભુ ! જીવ જ્યારે પરલોકમાં પ્રયાણ કરતો હોય ત્યારે એક માત્ર તારું ધ્યાન જ હોય. તારામાં જ ઓતપ્રોત થાઉં તેવું કરજે. ખરેખર મમતાએ આ જગતમાં કાળો કેર વર્તાવ્યો છે. ધન પર મમતા, સ્ત્રી પર મમતા, પુત્રો પર મમતા, પુત્રીઓ પર મમતા, સ્વજનો પર મમતા, વસ્ત્ર પર મમતા, મકાન પર મમતા, ગામ પર મમતા, દેશ પર મમતા - આમ અનેક રૂપો કરી મમતા આત્મામાં પેસે છે અને કાળો કેર વર્તાવે છે, જીવને દુઃખી કરે છે, સંસારમાં ભટકતો કરે છે. નબળા બોલમાં આઉટ થઈ જતો બેટ્સમેન ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી બેસે છે. નબળા નિમિત્તોમાં સંયમ ગુમાવી બેસતો મુનિ ભવાંતરમાં પ્રભુશાસન ગુમાવી બેસે છે.