________________ 616 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા જેના માયા-લોભરૂપ રાગ અને ક્રોધ-માન રૂપ દ્વેષ નાશ પામ્યા છે તે વીતરાગ. જેને ઘાતી કર્મોનો ઉદય છે તે છબ0. ઉપશાંતકષાય, વીતરાગ અને છબી એવા જીવનું ગુણસ્થાનક તે ઉપશાંતકષાયવીતરાગછબી ગુણસ્થાનક. (12) ક્ષીણકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક - જેના કષાયો ક્ષય પામ્યા છે તે ક્ષીણકષાય. ક્ષીણકષાય, વીતરાગ અને છબસ્થ એવા જીવનું ગુણસ્થાનક તે ક્ષીણકષાયવીતરાગછબસ્થ ગુણસ્થાનક. ' (13) સયોગી કેવળી ગુણસ્થાનક - જેને મનોયોગ, વચનયોગ અને કાયયોગ હોય તે યોગી. જેની પાસે કેવળજ્ઞાન હોય તે કેવળી. યોગી એવા કેવળીનું ગુણસ્થાનક તે યોગી કેવળી ગુણસ્થાનક. કેવળીભગવંતને ચાલવું, આંખ ખોલ-બંધ કરવી વગેરેમાં કાયયોગ હોય છે, દેશના વગેરેમાં વચનયોગ હોય છે અને મન:પર્યવજ્ઞાનીઓએ કે અવધિજ્ઞાનીઓએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી જવાબ આપવામાં મનોયોગ હોય છે. મન:પર્યવજ્ઞાનીઓ અને અવધિજ્ઞાનીઓ કેવળીભગવંતે પ્રયોજેલા મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનથી જુવે છે અને તેના આકાર પરથી પોતે પૂછેલા પ્રશ્નના અર્થને જાણે છે. (14) અયોગી કેવળી ગુણસ્થાનક - યોગ વિનાના કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી કેવળી ગુણસ્થાનક. કેવળજ્ઞાન થયા બાદ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચારીને યોગીકેવળી ભગવંત ૧૩માં ગુણસ્થાનકને અંતે યોગનિરોધ કરે છે. તેમાં પહેલા બાદ કાયયોગના આલંબનથી બાદર વચનયોગનો નિરોધ કરે છે, પછી બાદર મનોયોગનો નિરોધ કરે છે. પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો વિરોધ કરે છે, પછી સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કરે છે, પછી સૂક્ષ્મ મનોયોગનો નિરોધ કરે છે, પછી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન કરતા સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી અયોગી થયેલ તેઓ સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી