________________ 6 13 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા ત્રીજા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત છે. ત્યાર પછી જીવ પહેલા કે ચોથા ગુણઠાણે જાય છે. પહેલા કે ચોથા ગુણઠાણાઓથી ત્રીજા ગુણઠાણે આવી શકાય છે. (4) અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક - પ્રતિજ્ઞા પૂર્વક સાવઘયોગનો ત્યાગ તે વિરતિ. જેની પાસે વિરતિ નથી તે અવિરત. અવિરત એવા સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક તે અવિરતસમ્યગુદષ્ટિ ગુણસ્થાનક. આ ગુણઠાણે પથમિક સભ્યત્વ, ક્ષાયિક સમ્યકત્વ કે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ હોય છે. આ જીવ વિરતિને મોક્ષની નીસરણી માનવા છતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને લીધે અલ્પ પણ વિરતિને સ્વીકારી શકતો નથી. (5) દેશવિરતિ ગુણસ્થાનક - દેશથી (ભાગથી, સંપૂર્ણ નહીં) વિરતિને સ્વીકારે તે દેશવિરત. તેનું ગુણસ્થાનક તે દેશવિરત ગુણસ્થાનક. તે એક વ્રત વિષયક સાવઘયોગોની વિરતિથી માંડીને અનુમતિ સિવાય સર્વવ્રતવિષયક સાવદ્યયોગોની વિરતિને સ્વીકારે. પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયને લીધે તે સર્વવિરતિને સ્વીકારી શકતો નથી. (6) પ્રમત્તસંયત ગુણસ્થાનક - સર્વસાવઘયોગોથી અટકે તે સંયત. મોહનીયકર્મના ઉદયને લીધે સંજવલન કષાય, નિદ્રા વગેરેમાંથી કોઈ પણ પ્રમાદને લીધે સંયમના યોગોમાં સદાય તે પ્રમત્ત. પ્રમત્ત એવા સંયતનું ગુણસ્થાનક તે પ્રમત્તસંયત ગુણસ્થાનક. દેશવિરતિ ગુણસ્થાનકની અપેક્ષાએ આ ગુણસ્થાનકે શુદ્ધિનો પ્રકર્ષ અને અશુદ્ધિનો અપકર્ષ હોય છે. અપ્રમત્તસંયત ગુણસ્થાનકની અપેક્ષાએ આ ગુણસ્થાનકે શુદ્ધિનો અપકર્ષ અને અશુદ્ધિનો પ્રકર્ષ હોય છે. એમ અન્ય ગુણસ્થાનકોમાં પણ આગળ-પાછળના ગુણસ્થાનકોની અપેક્ષાએ શુદ્ધિનો પ્રકર્ષ કે અપકર્ષ અને અશુદ્ધિનો પ્રકર્ષ કે અપકર્ષ સમજી લેવો. (7) અપ્રમત્તસંયત ગુણસ્થાનક - નિદ્રા વગેરે પ્રમાદ વિનાના