________________ 61 2 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા પહેલી સ્થિતિમાં જીવ મિથ્યાત્વમોહનીયને ભોગવતો હોવાથી મિથ્યાદષ્ટિ છે. અંતર્મુહૂર્તમાં પહેલી સ્થિતિ ભોગવાઈ જતા જીવ અંતરકરણના પહેલા સમયે આવે છે. ત્યાં મિથ્યાત્વમોહનીયના ઉદયનો અભાવ હોવાથી તે ઔપથમિક સભ્યત્વ પામે છે. જેમ ઉખર ભૂમિમાં દાવાનળ શાંત થઈ જાય છે તેમ અંતરકરણમાં મિથ્યાત્વમોહનીયના ઉદયરૂપ દાવાનળ શાંત થઈ જાય છે. આ ઔપથમિક સભ્યત્વનો જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા કાળ બાકી હોય ત્યારે કેટલાક જીવોને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તેઓ સાસ્વાદનસમ્યગૃષ્ટિ ગુણઠાણે આવે છે . ઉપશમશ્રેણીથી પડીને પણ કોઈક જીવ સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણઠાણે આવે છે, એવો કર્મગ્રંથનો મત છે. સિદ્ધાંતના મતે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણઠાણે ન આવે. આ ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા અવશ્ય મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થાય છે અને જીવ પહેલા ગુણઠાણે જાય છે. (3) સમ્યમિથ્યાદેષ્ટિ ગુણસ્થાનક - જેમ નાળિયેરદ્વીપના ભૂખ્યા મનુષ્યને અહીંના ભોજન ઉપર રુચિ પણ થતી નથી અને અરુચિ પણ થતી નથી તેમ જેને જિનેશ્વર ભગવાનના વચનો ઉપર રુચિ પણ નથી અને અરુચિ પણ નથી તે સમ્યમિથ્યાદષ્ટિ. તેનું ગુણસ્થાનક તે સમ્યુગ્મિથ્યાષ્ટિ ગુણસ્થાનક. ઔપશમિક સભ્યત્વ પામેલ જીવ બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના ત્રણ પુંજ કરે છે - શુદ્ધ, અર્ધશુદ્ધ, અશુદ્ધ. ઔપથમિક સમ્યકત્વના કાળ પછી આ ત્રણમાંથી એક પુંજ ઉદયમાં આવે છે. જો શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો જીવ ક્ષાયોપથમિકસમ્યકત્વ પામે અને ૪થા ગુણઠાણે જાય. જો અશુદ્ધ પુંજ ઉદયમાં આવે તો જીવ પહેલા ગુણઠાણે જાય. જો અર્ધશુદ્ધ પુંજ ઉદયમાં આવે તો જીવ ત્રીજા ગુણઠાણે જાય છે.