________________ 6 14 દ્વાર ૨૨૪મું - 14 ગુણઠાણા સંયતનું ગુણસ્થાનક તે અપ્રમત્તસંયત ગુણસ્થાનક. (8) અપૂર્વકરણ ગુણસ્થાનક - પૂર્વે નહીં કરેલા એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ - આ પાંચ પદાર્થોને જે ગુણસ્થાનકે કરે તે અપૂર્વકરણ ગુણસ્થાનક. (i) સ્થિતિઘાત - જ્ઞાનાવરણ વગેરે કર્મોની લાંબી સ્થિતિને અપવર્તનાકરણ વડે અલ્પ કરવી તે સ્થિતિઘાત. (i) રસઘાત - જ્ઞાનાવરણ વગેરે કર્મોના ઘણા રસને અપવર્તનાકરણ વડે અલ્પ કરવો તે રસઘાત. પૂર્વેના ગુણસ્થાનકોમાં અલ્પ વિશુદ્ધિ હોવાના કારણે સ્થિતિઘાત અને રસઘાત અલ્પપ્રમાણમાં થતા હતા. અહીં વધુ વિશુદ્ધિ હોવાના કારણે સ્થિતિઘાત અને રસઘાત વધુ પ્રમાણમાં થાય છે. (ii) ગુણશ્રેણિ - વિશુદ્ધિને લીધે ઉપરની સ્થિતિમાંથી ઉતારેલા દલિકોને જલ્દીથી ખપાવવા માટે ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમય અસંખ્યગુણાકારે ગોઠવવા તે ગુણશ્રેણિ. પૂર્વેના ગુણસ્થાનકોમાં અલ્પ વિશુદ્ધિ હોવાથી લાંબા કાળની અને અલ્પ દલિતવાળી ગુણશ્રેણિ થતી હતી. અહીં વધુ વિશુદ્ધિ હોવાથી અલ્પ કાળની અને ઘણા દલિતવાળી ગુણશ્રેણી થાય છે. (iv) ગુણસંક્રમ - અબધ્યમાન કર્મપ્રકૃતિના સત્તાગત દલિકોને બધ્યમાન પ્રકૃતિમાં અસંખ્ય ગુણાકારે સંક્રમાવવા તે ગુણસંક્રમ. () સ્થિતિબંધ - પૂર્વે અશુદ્ધ હોવાથી કર્મોની લાંબી સ્થિતિ બાંધતો હતો. હવે નવો નવો સ્થિતિબંધ પલ્યોપમ વ્ન કરે છે. અસંખ્ય આ ગુણસ્થાનક બે રીતે હોય છે - ક્ષપકશ્રેણિમાં અને ઉપશમશ્રેણિમાં. આ ગુણસ્થાનકના દરેક સમયે વિવિધ જીવોને આશ્રયીને અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો છે. પછી પછીના સમયે પૂર્વ પૂર્વના સમય