________________ દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો 605 ૧૧મું | ગુણસ્થાનક ભાવસંખ્યા ભાવ ઔપથમિક સમ્યગ્દષ્ટિને-દયિક (ગતિ વગેરે), ઔપશમિક (સમ્યક્ત, ચારિત્ર), ક્ષાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે). ક્ષાયિકસમ્યગ્દષ્ટિને-ઔદયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્યત્વ), ઔપશમિક (ચારિત્ર), ક્ષાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવવા વગેરે) ઔદયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્ય ક્વ, ચારિત્ર), ક્ષાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે) ૧૩મું, ૧૪મું 3 ઔદયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્યફ્ટ વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે) આ વિચારણા એક જીવને આશ્રયીને કરી છે. વિવિધ જીવોને આશ્રયીને તો તે તે ગુણસ્થાનકે સંભવતા બધા ભાવો હોય. પ્રભુનું નામ એ પ્રભુનો મંત્રાત્મક દેહ છે. એ સત્યનો અનુભવ વિધિબહુમાનપૂર્વકના નામ-જપથી થાય છે. તેની નિશાની એ છે કે આખા શરીરમાં હર્ષની લહેર ફેલાય છે, નેત્રો હર્ષાશ્રુથી ભીના બને છે, ચિત્તને અપૂર્વ પ્રસન્નતા સ્પર્શે છે. ગુરુના વિનયપૂર્વક સ્વાધ્યાય કરો તો તેનાથી અગણિત લાભો થાય છે, પરંતુ ગુરુના અવિનય, અવગણના, ભક્તિની ઉપેક્ષા કરીને કરેલો સ્વાધ્યાય મોટા ભાગે વિપ્રતિપત્તિ કરાવે છે, અર્થાત્ વિપરીત બોધ કરાવે છે, જેનાથી ઉત્સુત્રપ્રરૂપણાદિ દોષો ઊભા થાય છે.