________________ 606 દ્વાર ૨૨૨મું - 14 જીવસ્થાનક દ્વાર ર૨૨મું - 14 જીવસ્થાનક કર્મને પરાધીન હોવાથી જીવો જેમાં રહે તે જીવસ્થાનક. તે 14 છે(૧) પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય (2) પર્યાપ્ત બાદર એકેન્દ્રિય (3) પર્યાપ્ત બેઇન્દ્રિય (4) પર્યાપ્ત તે ઇન્દ્રિય (5) પર્યાપ્ત ચઉરિન્દ્રિય (6) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (7) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (8) અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય (9) અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય (10) અપર્યાપ્ત બેઇન્દ્રિય (11) અપર્યાપ્ત તે ઇન્દ્રિય (12) અપર્યાપ્ત ચઉરિન્દ્રિય (13) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (14) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો બે પ્રકારના છે - (1) લબ્ધિ અપર્યાપ્ત - જે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના જ મરે તે. તેઓ આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરીને જ મરે છે, કેમકે આયુષ્ય બાંધ્યા પછી જ બધા જીવો મરણ પામે છે અને આહારપર્યાપ્તિ-શરીરપર્યાપ્તિ-ઇન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્તા જીવો જ આયુષ્ય બાંધી શકે છે. (2) કરણ અપર્યાપ્ત - જેમણે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી ન હોય પણ ભવિષ્યમાં અવશ્ય પર્યાપ્તિ પૂરી કરવાના હોય તે.