________________ 598 દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો અરતિ વગેરે બીજા પણ ઘણા ઔદયિક ભાવો જાણવા. | (5) પારિણામિકભાવ - પરિણામથી થયેલ ભાવ તે પારિણામિક ભાવ. કોઈક રીતે અવસ્થિત રહેલ વસ્તુનું પૂર્વ અવસ્થાનો ત્યાગ કરીને અન્ય અવસ્થામાં જવું તે પરિણામ. તેના 3 ભેદ છે - (i) જીવત્વ (i) ભવ્યત્વ (iii) અભવ્યત્વ. આ 3 અનાદિપરિણામિકભાવો છે. આના ઉપલક્ષણથી બીજા પણ પારિણામિકભાવો જાણવા - (1) અનાદિપરિણામિક ભાવો - લો કસ્થિતિ, અલો કસ્થિતિ, ધર્માસ્તિકાયપણું વગેરે. (2) સાદિપારિણામિક ભાવો - (i) ગોળ, ઘી, ચોખા, દારુ, ઘડો વગેરેની નવાપણું, જુનાપણું વગેરે અવસ્થાઓ. (i) વર્ષધરપર્વત, ભવન, વિમાન, કૂટ, રત્નપ્રભાપૃથ્વી વગેરેની પુદ્ગલો નીકળવા-આવવાથી થયેલી અવસ્થાઓ. (i) ગંધર્વનગરો (iv) કપિઉસિત - આકાશમાં વાંદરા જેવું વિકૃત મુખ હાસ્ય કરે છે. (5) ઉલ્કાપાત (vi) ગર્જિત-વાદળોની ગર્જના. (vi) મહિકા-ધુમ્મસ. (vi) દિગ્દાહ (ix) વિજળી (4) ચન્દ્રપરિવેષ - ચન્દ્રની ચારે બાજુ વલયાકારે પુગલના પરિણામરૂપ 1. આમની વ્યાખ્યા માટે જુઓ પાના નં. 733