________________ પ૯૬ દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો (3) ક્ષાયોપથમિક ભાવ - કર્મોના ક્ષયોપશમથી થતો ભાવ તે ક્ષાયોપથમિક ભાવ. ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા કર્મોનો વિપાકોદયને આશ્રયીને ઉપશમ તે ક્ષયોપશમ. 4 ઘાતકર્મોનો જ ક્ષયોપશમ થાય છે. તેના 18 ભેદ છે - ક. | ભાવ | ક્રિયા કમના સવા ક્યા કર્મના ક્ષયોપશમથી થાય? 1 | મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનાવરણ મતિઅજ્ઞાન મતિજ્ઞાનાવરણ શ્રતઅજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણ વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનાવરણ ચક્ષુદર્શન ચક્ષુદર્શનાવરણ | અચક્ષુદર્શન અચક્ષુદર્શનાવરણ 10 અવધિદર્શન અવધિદર્શનાવરણ 11 | દાનલબ્ધિર દાનાંતરાય 12 | લાભલબ્ધિ લાભાંતરાય 1. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ક્રમશઃ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થતા હોવા છતાં ત્યારે મિથ્યાત્વમોહનીયનો ઉદય પણ સાથે હોય છે, તેથી તેમને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. 2. પૂર્વે કહેલ દાનલબ્ધિ વગેરે 5 લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષયથી થયેલી હતી. અહીં કહેલ દાનલબ્ધિ વગેરે 5 લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષયોપશમથી થયેલી છે.