________________ 591 દ્વાર ૨૧૮મું - કર્મોની સ્થિતિ અને અબાધા દ્વાર ૨૧૮મું- કર્મોની સ્થિતિ અને અબાધા | સ્થિતિ - કર્મોની સ્થિતિ બે પ્રકારની છે - (1) કર્મરૂપે રહેવારૂપ સ્થિતિ - આ સ્થિતિને આશ્રયીને અહીં જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાશે. (2) અનુભવયોગ્ય સ્થિતિ = કર્મરૂપે રહેવા રૂપ સ્થિતિ - અબાધાકાળ. અબાધાકાળ - કર્મ બાંધ્યા પછી અમુક કાળ સુધી ઉદયમાં આવતા નથી, ત્યારપછી જ ઉદયમાં આવે છે. કર્મ બાંધ્યા પછી જેટલો કાળ ઉદયમાં આવતા નથી તેને અબાધાકાળ કહેવાય છે. જે કર્મોની જેટલા કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે કર્મોનો તેટલા સો વર્ષ ઉત્કૃષ્ટ અબાધાકાળ છે. આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા પૂર્વકોડવર્ષનો ત્રીજો ભાગ છે. બધા કર્મોનો જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્ત છે. કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ | ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય સ્થિતિ | જઘન્ય અબાધા જ્ઞાનાવરણ 30 કોડાકોડી | 3,000 વર્ષ | અંતર્મુર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ દર્શનાવરણ | 30 કોડાકોડી | 3,000 વર્ષ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત સાગરોપમ વેદનીય 3) કોડાકોડી | 3,000 વર્ષ | 12 મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ મોહનીય 70 કોડાકોડી | 7,000 વર્ષ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ 1. આ જઘન્યસ્થિતિ સકષાયી જીવોની અપેક્ષાએ જાણવી. અકષાયી જીવોની અપેક્ષાએ જઘન્યસ્થિતિ 2 સમયની છે.