________________ 581 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ બધાના મનને આનંદિત કરે તે. (30) સુસ્વર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો સ્વર મધુર, ગંભીર, ઉદાર થાય તે. (31) આદેય નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ કંઈ પણ બોલે તો પણ તેનું વચન માન્ય થાય તે. (32) યશકીર્તિ નામકર્મ - જે કર્મના ઉદયથી યશ-કીર્તિ મળે છે. યશ = ખ્યાતિ, કીર્તિ = ગુણગાનરૂપ પ્રશંસા. અથવા, યશ = તે પરાક્રમથી થાય છે, બધી દિશાઓમાં ફેલાય છે. કીર્તિ = તે દાનપુણ્યથી થાય છે, એક દિશામાં ફેલાય છે. (33) સ્થાવર નામકર્મ - તાપ વગેરેથી પીડિત થવા પર એકસ્થાનેથી બીજા સ્થાને જઈ ન શકે તે સ્થાવર. જે કર્મના ઉદયથી આવું સ્થાવરપણું મળે તે સ્થાવર નામકર્મ. (34) સૂક્ષ્મ નામકર્મ - અનંતા જીવોના અસંખ્ય શરીર ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ જીવો. જે કર્મના ઉદયથી આવું સૂક્ષ્મપણું મળે તે સૂક્ષ્મ નામકર્મ. (35) અપર્યાપ્ત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા સમર્થ ન બને તે. (36) સાધારણ નામકર્મ - જે કર્મના ઉદયથી અનંતા જીવોને સાધારણ એવું એક શરીર મળે તે. (37) અસ્થિર નામકર્મ - જે કર્મના ઉદયથી જીભ વગેરે અવયવો અસ્થિર બને છે. (38) અશુભ નામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ બને છે. પગ વગેરેથી અડવા પર બીજા ગુસ્સે થાય છે. માટે પગ વગેરે અશુભ છે.