________________ 58) નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ (20) ઉદ્યોત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ણ શરીર અનુષ્ણ પ્રકાશ આપે છે. યતિ અને દેવોને ઉત્તરક્રિયશરીરમાં તથા ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાના વિમાનો, રત્નો, ઔષધીઓમાં રહેલ જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે. (21) નિર્માણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અંગો ઉપાંગોની નિયત સ્થાને રચના થાય તે. (22) તીર્થકર નામકર્મ - જે કર્મના ઉદયથી 8 પ્રાતિહાર્ય વગેરે 34 અતિશયો પ્રગટે છે. (23) ત્રસ નામકર્મ - તાપ વગેરેથી પીડિત થવા પર પોતાની ઇચ્છા મુજબ એકસ્થાનેથી બીજા સ્થાને જઈ શકે તે ત્રસ જીવો. જે કર્મના ઉદયથી આવું ત્રાસપણું મળે તે ત્રસ નામકર્મ. (24) બાદર નામકર્મ- એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીરો ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી દેખાય તે બાદર જીવો. જે કર્મના ઉદયથી આવું બાદરપણું મળે તે બાદર નામકર્મ. (25) પર્યાપ્ત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા સમર્થ બને છે. પર્યાપ્તિઓનું સ્વરૂપ ૨૩રમા દ્વારમાં કહેવાશે. (26) પ્રત્યેક નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને પોતાનું સ્વતંત્ર જુદુ શરીર મળે તે. (27) સ્થિર નામકર્મ - જે કર્મના ઉદયથી મસ્તક, હાડકા, દાંત વગેરે શરીરના અવયવો સ્થિર બને છે. (28) શુભ નામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની ઉપરના મસ્તક વગેરે અવયવો શુભ બને છે. મસ્તક વગેરેથી અડવા પર બીજા ખુશ થાય છે. તેથી મસ્તક વગેરે શુભ અવયવો છે. (29) સુભગ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ અનુપકારી હોવા છતાં