________________ 579 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ (14) વિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સારી કે ખરાબ ચાલ મળે છે. તેના 2 ભેદ છે - (1) શુભવિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને હંસ, હાથી, બળદ વગેરેની જેમ સુંદર ચાલ મળે તે. (ii) અશુભવિહાયોગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ગધેડા, ઊંટ, પાડા વગેરેની જેમ ખરાબ ચાલ મળે તે. (15) અગુરુલઘુ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર એકાંતે ગુરુ (ભારે) નહીં અને એકાંતે લઘુ (હલકુ) નહીં પણ અગુરુલઘુ. પરિણામવાળુ થાય છે. એકાંતે ગુરુ શરીર હોય તો ચાલી ન શકાય, એકાંતે લઘુ શરીર હોય તો પવનથી ઊડી જાય. (16) ઉપઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વધતા એવા પડજીભ, રસોળી, ચૌરદાંત વગેરે પોતાના શરીરના અવયવો વડે પોતે પીડાય છે. (17) પરાઘાત નામકર્મ - જે કર્મના ઉદયથી ઓજસ્વી જીવ દર્શનમાત્રથી કે વાણીની સુંદરતાથી રાજાની સભામાં પણ સભ્યોને ક્ષોભ પમાડે અને પ્રતિપક્ષનું નિરાકરણ કરે તે. (18) શ્વાસોચ્છવાસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ કરવાની લબ્ધિ મળે છે. શ્વાસોચ્છવાસ નામકર્મથી શ્વાસોચ્છવાસ કરવાની લબ્ધિ મળે છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી જીવ શ્વાસોચ્છવાસ કરે છે. (19) આતપ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ય શરીર ઉષ્ણ પ્રકાશ આપે છે. સૂર્યના વિમાનમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને જ આતપ નામકર્મનો ઉદય હોય છે. અગ્નિને આતપ નામકર્મનો ઉદય હોતો નથી પણ ઉષ્ણસ્પર્શ નામકર્મના ઉદયથી તે ઉષ્ણ હોય છે અને ઉત્કૃષ્ટ લોહિતવર્ણ નામકર્મના ઉદયથી તે પ્રકાશ આપે છે.