________________ 578 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ રૂની જેમ હલકુ બને તે. (v) ગુરુસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર વજની જેમ ભારે બને તે. (v) શીતસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કમળની દાંડીની જેમ ઠંડુ બને તે. (vi) ઉષ્ણસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિની જેમ ગરમ બને તે. (vi) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ઘીની જેમ સ્નિગ્ધ બને તે. (viii) રૂક્ષસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખની જેમ લૂખું બને તે. (13) આનુપૂર્વી નામકર્મ - જે કર્મના ઉદયથી વિગ્રહગતિથી ભવાંતરમાં જતા જીવની આકાશપ્રદેશોની સમશ્રેણિ અનુસાર ગતિ થાય તે. તેના 4 ભેદ છે - (i) નરકાનુપૂર્વી નામકર્મ- જે કર્મના ઉદયથી વિગ્રહગતિથી નરકગતિમાં જતા જીવની આકાશપ્રદેશોની સમશ્રેણિ અનુસાર ગતિ થાય તે. (ii) તિર્યંચાનુપૂર્વી નામકર્મ - જે કર્મના ઉદયથી વિગ્રહગતિથી તિર્યંચ ગતિમાં જતા જીવની આકાશપ્રદેશોની સમશ્રેણિ અનુસાર ગતિ થાય તે. (ii) મનુષ્યાનુપૂર્વી નામકર્મ - જે કર્મના ઉદયથી વિગ્રહગતિથી મનુષ્ય ગતિમાં જતા જીવની આકાશપ્રદેશોની સમશ્રેણિ અનુસાર ગતિ થાય તે. (iv) દેવાનુપૂર્વી નામકર્મ - જે કર્મના ઉદયથી વિગ્રહગતિથી દેવગતિમાં જતા જીવની આકાશપ્રદેશોની સમશ્રેણિ અનુસાર ગતિ થાય તે.