________________ (ii). નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ 577 (ii) દુરભિગંધ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ જેવું દુર્ગંધવાળુ બને તે. (11) રસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તે તે રસવાળુ બને તે રસ નામકર્મ. તેના 5 ભેદ છે - (i) તિક્તરસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લીંબડાની જેમ કડવું બને છે. કટુરસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સુંઠની જેમ તીખું બને તે. શાસ્ત્રમાં જે પરિણામે અતિભયંકર હોય તેને કટુ કહેવાય છે અને જે પરિણામે અતિઠંડું હોય તે લીંબડો વગેરે લોકમાં કડવો કહેવાતો હોવા છતાં તિક્ત કહેવાય છે. (ii) કષાયરસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કાચા કોઠાની જેમ તુરુ બને તે. (iv) અમ્બરસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલીની જેમ ખાટુ બને તે. (V) મધુરરસ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સાકરની જેમ મીઠું બને તે. (12) સ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તે તે સ્પર્શવાળુ બને છે. તેના 8 ભેદ છે - (i) કર્કશસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થરની જેમ કર્કશ બને તે. મૃદુસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હંસના રૂંવાટાની જેમ કોમળ બને છે. (ii) લઘુસ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના