________________ 576 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ (3) સાદિસંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સાદિ સંસ્થાનવાળુ બને તે. (4) વામન સંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર વામન સંસ્થાનવાળુ બને તે. (5) કુન્જ સંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કુન્જ સંસ્થાનવાળુ બને તે. (6) હુડકસંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હંડક સંસ્થાનવાળુ બને તે. (9) વર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તે તે વર્ણ(રંગ)વાળુ બને તે વર્ણ નામકર્મ. તેના 5 ભેદ છે - (i) કૃષ્ણવર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કાજળ જેવું કાળુ બને તે. (ii) નીલવર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર રાયણ | (પ્રિયંગુ)ના પાંદડા જેવું લીલુ બને તે. (i) લોહિતવર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હિંગળાની જેવું લાલ બને છે. (iv) હારિદ્રવર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હળદર જેવું પીળું બને છે. (5) શુક્લવર્ણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ખડી જેવું સફેદ બને તે. (10) ગંધ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તે તે ગંધવાળુ બને તે ગંધ નામકર્મ. તેના ર ભેદ છે - (i) સુરભિગંધ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ચંદન જેવું સુગંધી બને તે.