________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ 575 ઢીંચણનું અંતર (3) બે ઢીંચણનું અંતર અને (4) મસ્તક અને પલાઠીનું અંતર આ ચારે અંતરો સમાન હોય તે શરીર સમચતુરગ્નસંસ્થાનવાળુ છે. (i) ન્યગ્રોધસંસ્થાન - વટવૃક્ષની જેમ જે શરીરમાં નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને નાભિની નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણ રહિત હોય તે શરીર ન્યગ્રોધ સંસ્થાનવાળુ છે. (ii) સાદિ(સાચિ) સંસ્થાન - શાલ્મલિવૃક્ષની જેમ જે શરીરમાં નાભિની નીચેનો ભાગ પ્રમાણ-લક્ષણયુક્ત હોય અને નાભિની ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ રહિત હોય તે શરીર સાદિ(સાચિ) સંસ્થાનવાળુ છે. (iv) વામન સંસ્થાન - જે શરીરમાં હાથ, પગ, મસ્તક, ડોક વગેરે અવયવો પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને પેટ, છાતી, પીઠ વગેરે અવયવો પ્રમાણ-લક્ષણ રહિત હોય તે શરીર વામસંસ્થાનવાળુ છે. કેટલાક આ શરીરને કુમ્ભસંસ્થાનવાળુ કહે છે. (5) કુન્ધસંસ્થાન - જે શરીરમાં હાથ, પગ, મસ્તક, ડોક વગેરે અવયવો પ્રમાણ-લક્ષણ રહિત હોય અને પેટ, છાતી, પીઠ વગેરે અવયવો પ્રમાણ-લક્ષણ યુક્ત હોય તે શરીર કુમ્ભસંસ્થાનવાળુ છે. કેટલાક આ શરીરને વામન સંસ્થાનવાળુ કહે છે. (vi) હુડકસંસ્થાન - જે શરીરમાં બધા અવયવો પ્રમાણ-લક્ષણ રહિત હોય તે શરીર હુડક સંસ્થાનવાળુ છે. સંસ્થાન નામકર્મના 6 ભેદ છે - (1) સમચતુરગ્નસંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સમચતુરગ્નસંસ્થાનવાળુ બને તે. (2) ન્યગ્રોધસંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ન્યગ્રોધસંસ્થાનવાળુ બને તે.