________________ 582 નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ (39) દુર્ભગ નામકર્મ - જે કર્મના ઉદયથી ઉપકારી હોવા છતાં લોકોને અપ્રિય લાગે તે. (40) દુઃસ્વર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્કશ, ભેદાયેલ, દીન અને હીન થાય તે. (41) અનાદેય નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું યુક્તિસંગત વચન પણ માન્ય ન થાય તે. (42) અયશ-કીતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવની મધ્યસ્થ માણસ પણ પ્રશંસા ન કરે તે. આમ નામકર્મની ઉત્તરપ્રકૃતિના ગતિનામકર્મ વગેરે મૂળ ભેદોની અપેક્ષાએ નામકર્મની 42 ઉત્તરપ્રકૃતિ છે. નામકર્મની 67 ઉત્તરપ્રકૃતિ - અહીં ગતિ નામકર્મ વગેરેના ઉત્તરભેદો ગણ્યા છે. બંધન નામકર્મ અને સંઘાત નામકર્મનો શરીર નામકર્મમાં સમાવેશ કર્યો છે. વર્ણ નામકર્મ, રસ નામકર્મ, ગંધ નામકર્મ અને સ્પર્શ નામકર્મના ઉત્તરભેદો ગણ્યા નથી. તેથી 67 ઉત્તરપ્રકૃતિ થઈ. પૂર્વે કહેલ નામકર્મના 42 ભેદોના બધા ઉત્તરભેદોની અપેક્ષાએ નામકર્મની 93 ઉત્તરપ્રકૃતિ થાય છે. ઉપર કહેલ 93 ભેદમાં બંધન નામકર્મના 5 ભેદની બદલે 15 ભેદ ગણતા નામકર્મની 103 ઉત્તરપ્રકૃતિ થાય છે. વિવિધ રીતે નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ નામકર્મ | ઉત્તરપ્રકૃતિ | ઉત્તરપ્રકૃતિ | ઉત્તરપ્રકૃતિ | ઉત્તરપ્રકૃતિ ગતિ નામકર્મ | 4 જાતિ નામકર્મ | 1 | 5 | 5 | 5