________________ પ૬ 8 નામકર્મની ઉત્તરપ્રવૃતિઓ (1) ગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને તે તે ગતિની પ્રાપ્તિ થાય તે. તેના 4 ભેદ છે - (i) નરકગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને નરકગતિની પ્રાપ્તિ થાય તે. (ii) તિર્યંચગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને તિર્યંચગતિની પ્રાપ્તિ થાય તે. (i) મનુષ્યગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને મનુષ્યગતિની પ્રાપ્તિ થાય તે. (iv) દેવગતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને દેવગતિની પ્રાપ્તિ થાય તે. (2) જાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો અનેક જીવોમાં એકેન્દ્રિય વગેરે જાતિરૂપે વ્યવહાર થાય છે. તેના 5 ભેદ છે - (i) એકેન્દ્રિયજાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો એકેન્દ્રિય રૂપે વ્યવહાર થાય છે. એકેન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય હોય છે. (i) બેઇન્દ્રિયજાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો બેઇન્દ્રિયરૂપે વ્યવહાર થાય છે. બેઇન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય (i) તે ઇન્દ્રિયજાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો તે ઇન્દ્રિયરૂપે વ્યવહાર થાય છે. તે ઇન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય હોય છે. (iv) ચઉરિન્દ્રિયજાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો ચઉરિન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. ચઉરિન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય હોય છે. (V) પંચેન્દ્રિય જાતિ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવન પંચેન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. પંચેન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય,