________________ 16 આયુષ્યકર્મની ઉત્તરપ્રવૃતિઓ પ૬ 7 થાય તેમ જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રીની ઇચ્છા થાય છે. તે ઘાસના અગ્નિ સમાન છે. (9) નપુંસકવેદમોહનીય - જેમ પિત્ત અને કફ બન્નેના ઉદયમાં માર્જિકા (કાંજી)ની ઇચ્છા થાય તેમ જે કર્મના ઉદયથી નપુંસકને સ્ત્રી-પુરુષ બન્નેની ઇચ્છા થાય છે. તે નગરના મહારાહ સમાન છે. આમ ચારિત્રમોહનીયની 25 ઉત્તરપ્રકૃતિ થઈ. ચરિત્ર મોહનીયકર્મ | ઉત્તરપ્રકૃતિ કષાયમોહનીય નોકષાયમોહનીય કુલ 25 આમ મોહનીયકર્મની 28 ઉત્તરપ્રકૃતિ થઈ. મોહનીયકર્મ | ઉત્તરપ્રકૃતિ | દર્શનમોહનીય ચારિત્રમોહનીય 28 (5) આયુષ્ય - તેની 4 ઉત્તરપ્રકૃતિ છે - (1) નરકાયુષ્ય - જે કર્મના ઉદયથી જીવને નારકનો ભવ મળે તે. (2) તિર્યંચાયુષ્ય - જે કર્મના ઉદયથી જીવને તિર્યંચનો ભવ મળે તે. (3) મનુષ્પાયુષ્ય - જે કર્મના ઉદયથી જીવને મનુષ્યનો ભવ મળે તે. (4) દેવાયુષ્ય - જે કર્મના ઉદયથી જીવને દેવનો ભવ મળે તે. (6) નામકર્મ - તેની 42, અથવા 67, અથવા 93, અથવા 103 ઉત્તરપ્રકૃતિ છે -