________________ 566 મોહનીયકર્મની ઉત્તરપ્રકૃતિઓ (c) પ્રત્યાખ્યાનાવરણ - જે કર્મના ઉદયથી જીવ સર્વવિરતિ ન સ્વીકારી શકે તે. () સંજ્વલન - પરીષણો-ઉપસર્ગો આવવા પર જે કર્મ ચારિત્રને કંઈક બાળે તે. આમ કષાયમોહનયના 16 ભેદ થયા. (i) નોકષાયમોહનીય કષાયોને પુષ્ટ કરનારા હોવાથી કષાયોના સહચારી એવા કર્મો તે નોકષાયમોહનીય. તેના 9 ભેદ છે - (1) હાસ્યમોહનીય - જે કર્મના ઉદયથી નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું આવે છે. (ર) રતિમોહનીય - જે કર્મના ઉદયથી બાહ્ય-અત્યંતર વસ્તુ ઉપર પ્રીતિ થાય તે. (3) અરતિમોહનીય - જે કર્મના ઉદયથી બાહ્ય-અત્યંતર વસ્તુ ઉપર અપ્રીતિ થાય તે. (4) ભયમોહનીય - જે કર્મના ઉદયથી નિમિત્તથી કે નિમિત્ત વિના ભય પામે તે. (5) શોકમોહનીય - જે કર્મના ઉદયથી પ્રિયના વિયોગ વગેરેમાં છાતી કુટીને આક્રંદ કરે, દીન બને, ભૂમિ પર આળોટે, લાંબા નસાસા નાંખે તે. (6) જુગુપ્સામોહનીય - જે કર્મના ઉદયથી વિષ્ટા વગેરે બીભત્સ પદાર્થો પર જુગુપ્સા થાય તે. (7) સ્ત્રીવેદમોહનીય - જેમ પિત્તનો ઉદય થવા પર મધુરદ્રવ્યની ઇચ્છા થાય તેમ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષની ઇચ્છા થાય છે. તે છાણના અગ્નિ સમાન છે. (8) પુરુષવેદમોહનીય - જેમ કફનો ઉદય થવા પર ખાટા દ્રવ્યની ઇચ્છા