________________ 565 મોહનીયકર્મની ઉત્તરપ્રકૃતિઓ તત્ત્વભૂત પદાર્થો પર શ્રદ્ધા ન થાય કે વિપરીત શ્રદ્ધા થાય તે મિથ્યાત્વમોહનીય. (i) મિશ્રમોહનીય - જે કર્મના ઉદયથી જીવ જિનેશ્વરપ્રભુએ કહેલા તત્ત્વોની શ્રદ્ધા પણ ન કરે અને નિંદા પણ ન કરે તે મિશ્રમોહનીય. (ii) સમ્યકત્વમોહનીય - જે કર્મના ઉદયથી જીવને જિનેશ્વરપ્રભુએ કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય તે સમ્યકત્વમોહનીય. (2) ચારિત્રમોહનીય - સાવદ્ય યોગથી નિવૃત્તિ અને નિર્વઘ યોગમાં પ્રવૃત્તિરૂપ આત્માનો પરિણામ તે ચારિત્ર. તે ચારિત્રને મોહિત કરે તે ચારિત્રમોહનીય. તેના 2 ભેદ છે - (i) કષાયમોહનીય - કષ = જેમાં જીવોની પરસ્પર હિંસા થાય તે સંસાર. જેનાથી જીવો સંસાર પામે તે કષાયમોહનીય. તેના 16 ભેદ છે - (a) ક્રોધમોહનીય - જે કર્મના ઉદયથી ક્ષમાના અભાવરૂપ ગુસ્સો આવે તે ક્રોધમોહનીય. (b) માનમોહનીય - જે કર્મના ઉદયથી જાતિ વગેરેનો ગર્વ થાય તે માનમોહનીય. (c) માયામોહનીય - જે કર્મના ઉદયથી બીજાને ઠગવા રૂપ માયા થાય તે માયામોહનીય. (d) લોભમોહનીય - જે કર્મના ઉદયથી સંતોષના અભાવરૂપ લોભ થાય તે લોભમોહનીય. આ ચારેના દરેકના 4-4 ભેદ છે - (a) અનંતાનુબંધી - જે કર્મના ઉદયથી પરંપરાએ અનંત સંસાર ચાલે છે. (b) અપ્રત્યાખ્યાનાવરણ - જે કર્મના ઉદયથી જીવ અલ્પ પચ્ચકખાણ પણ ન કરી શકે છે.