________________ પ૬૪ વેદનીયકર્મની ઉત્તરપ્રકૃતિઓ (5) નિદ્રા - જેમાંથી નખની ચપટી વગેરેથી સુખેથી જાગી શકાય એવી સૂવાની અવસ્થા તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રા. (6) નિદ્રાનિદ્રા - જેમાંથી મુશ્કેલીથી જાણી શકાય એવી સૂવાની અવસ્થા તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રા. (7) પ્રચલા - જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘે એવી સૂવાની અવસ્થા તે પ્રચલા. જે કર્મના ઉદયથી પ્રચલા આવે તે પ્રચલા. (8) પ્રચલાપ્રચલા - જેમાં ચાલતા ચાલતા ઊંધે એવી સૂવાની અવસ્થા તે પ્રચલપ્રચલા. જે કર્મના ઉદયથી પ્રચલાપ્રચલા આવે તે પ્રચલાપ્રચલા. (9) થીણદ્ધિ - જેમાં જાગ્રત અવસ્થામાં વિચારેલ વસ્તુને નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ. તેમાં ઘણું બળ એકઠું થાય છે. પહેલા સંઘયણવાળાને વાસુદેવ કરતા અડધુ બળ થાય છે અને છેલ્લા સંઘયણવાળાને પોતાનાથી બમણું કે ત્રણગણું બળ થાય છે. જે કર્મના ઉદયથી થીણદ્ધિ આવે તે થીણદ્ધિ. એક સાધુને દિવસે હાથીએ અલિત કર્યો. તે સાધુએ રાત્રે થીણદ્ધિ નિદ્રામાં ઊઠીને તે હાથીના દાંત ઉખેડીને ઉપાશ્રયના બારણે નાંખ્યા અને સૂઈ ગયા. (3) વેદનીય - તેની 2 ઉત્તરપ્રકૃતિ છે - (1) સાતવેદનીય - જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય છે. (2) અસતાવેદનીય - જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય (4) મોહનીય - તેના 2 ભેદ છે - (1) દર્શનમોહનીય - સમ્યત્વને મોહિત કરે તે દર્શનમોહનીય. તેના 3 ભેદ છે - (i) મિથ્યાત્વમોહનીય - જે કર્મના ઉદયથી જીવને જિનેશ્વરપ્રભુએ કહેલા