________________ દર્શનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિઓ પ૬૩ પરિણામોનું જ્ઞાન જેનાથી થાય તે મન:પર્યાયજ્ઞાન. તેના 2 ભેદ છે(i) ઋજુમતિ અને (i) વિપુલમતિ. તેમનું સ્વરૂપ લબ્ધિદ્વારમાં કહેવાશે. (5) કેવળજ્ઞાનાવરણ - કેવળજ્ઞાનને ઢાંકે તે કેવળજ્ઞાનાવરણ. લોકા લોકના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનું એકસાથે એકસમયે થનારું જ્ઞાન તે કેવળજ્ઞાન. તે મતિજ્ઞાન વગેરેની અપેક્ષા વિનાનું હોવાથી એક છે. તે જ્ઞાનાવરણરૂપી મેલના કલંક વિનાનું હોવાથી શુદ્ધ છે. તે સંપૂર્ણ હોવાથી સકલ છે. તેની સમાન અન્ય જ્ઞાન ન હોવાથી તે અસાધારણ છે. તેનાથી જાણવા યોગ્ય વિષયો અનંત હોવાથી તે અનંત છે. કેવળજ્ઞાનાવરણ સર્વઘાતી છે. બાકી 4 જ્ઞાનાવરણ દેશઘાતી છે. (2) દર્શનાવરણ - તેની 9 ઉત્તરપ્રકૃતિ છે - (1) ચક્ષુદર્શનાવરણ - આંખથી થતો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. તેને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણ. (2) અચક્ષુદર્શનાવરણ - આંખ સિવાયની 4 ઇન્દ્રિય અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન. તેને ઢાંકે તે અચક્ષુદર્શનાવરણ. (3) અવધિદર્શનાવરણ - અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનો સામાન્ય બોધ તે અવધિદર્શન. તેને ઢાંકે તે અવધિદર્શનાવરણ. (4) કેવળદર્શનાવરણ - લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો એક સાથે એકસમયે થનારો સામાન્ય બોધ તે કેવળદર્શન. તેને ઢાંકે તે કેવળદર્શનાવરણ.