________________ પ૬ 2 જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિઓ (b) વૈયિકી બુદ્ધિ - ગુરુ વગેરેનો વિનય કરતા કરતા ઉત્પન્ન થનારી (9) કાર્મિકી બુદ્ધિ - કાર્ય કરતા કરતા ઉત્પન્ન થનારી બુદ્ધિ. () પારિણામિકી બુદ્ધિ - વયના પરિપાકથી ઉત્પન્ન થનારી બુદ્ધિ. આમ મતિજ્ઞાનના 32 ભેદ થયા. 32 મતિજ્ઞાન શ્રતનિશ્રિત મતિજ્ઞાન 28 અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કુલ જાતિસ્મરણજ્ઞાન એ વિશેષ પ્રકારનું મતિજ્ઞાન જ છે. તેનાથી ભૂતકાળના સંખ્યાતા ભવોનું જ્ઞાન થાય છે. (2) શ્રુતજ્ઞાનાવરણ - શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણ. પાંચ ઇન્દ્રિયો અને મનથી થનારુ, વાચ્ય-વાચકભાવ પૂર્વકનું, શબ્દ દ્વારા અર્થની વિચારણાનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તેના અક્ષરગ્રુત વગેરે 14 કે 20 ભેદો છે. તે નંદિસૂત્રમાંથી જાણી લેવા. (3) અવધિજ્ઞાનાવરણ - અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણ. અમુક મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનું જ્ઞાન તે અવધિજ્ઞાન. તેનાથી નીચે નીચે વધુ જ્ઞાન થાય છે. તે અનંત દ્રવ્યો અને અનંત ભાવોના વિષયવાળું હોવાથી તેના અનંત ભેદ છે. તે અસંખ્ય ક્ષેત્ર અને અસંખ્ય કાળના વિષયવાળુ હોવાથી તેના અસંખ્ય ભેદ છે. તેના આનુગામિક વગેરે 6 ભેદો છે. તે આવશ્યકસૂત્રમાંથી જાણી લેવા. (4) મન:પર્યાયજ્ઞાનાવરણ - મન:પર્યાયજ્ઞાનને ઢાંકે તે મન:પર્યાય જ્ઞાનાવરણ. અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોદ્રવ્યના