________________ જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રવૃતિઓ પ૬ 1 (b) ઇહા - “આ શું હશે ?' એવો સંશય થયા પછી “સૂર્યાસ્ત થઈ ગયો છે અને આની ઉપર પક્ષી બેઠેલા છે. તેથી આ મનુષ્ય ન હોવો જોઈએ, ઠંડું જ હોવું જોઈએ.' એવું વસ્તુમાં રહેલા ધર્મોને શોધવા અને વસ્તુમાં ન રહેલા ધર્મોનું નિરાકરણ કરવા રૂપ જ્ઞાન તે ઇહા. તે પાંચ ઇન્દ્રિય અને મનથી થતી હોવાથી 6 પ્રકારની છે. (c) અપાય - “આ ઠુંઠું જ છે.' એવો વસ્તુનો નિશ્ચયાત્મક બોધ તે અપાય. તે પાંચ ઇન્દ્રિય અને મનથી થતો હોવાથી 6 પ્રકારનો છે. (d) ધારણા - નિશ્ચિત કરેલ વસ્તુને અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપે ધારણ કરી રાખવી તે ધારણા. તે પાંચ ઇન્દ્રિય અને મનથી થતી હોવાથી 6 પ્રકારની છે. આમ શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના 28 ભેદ થયા. કૃતનિશ્રિત મતિજ્ઞાન | ભેદ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ઇહા 4 અપાય. | 28 ધારણા | કુલ (i) અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન - શ્રુતના અભ્યાસ વિના સહજ એવા વિશિષ્ટ ક્ષયોપશમથી થનારું જ્ઞાન તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન. તેના 4 ભેદ છે - (a) ઓત્પત્તિકી બુદ્ધિ - કાર્ય પ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક ઉત્પન્ન થનારી બુદ્ધિ.