________________ 56) વાર ૨૧૬મું - 8 કર્મોની 158 ઉત્તરપ્રકૃતિઓ || દ્વાર ૨૧૬મું - 8 કર્મોની 158 ઉત્તરપ્રકૃતિઓ (1) જ્ઞાનાવરણ - તેની પ ઉત્તરપ્રકૃતિ છે - (1) મતિજ્ઞાનાવરણ - મતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણ. યોગ્ય દેશમાં રહેલ વસ્તુ સંબંધી પાંચ ઇન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન. તેના બે ભેદ છે - (i) મૃતનિશ્રિતમતિજ્ઞાન - શ્રુતથી પરિકર્મિત બુદ્ધિવાળાને વ્યવહાર કરતી વખતે શ્રતને અનુસર્યા વિના જે જ્ઞાન થાય તે મૃતનિશ્રિત મતિજ્ઞાન. તેના 4 ભેદ છે - (a) અવગ્રહ - તેના 2 ભેદ છે - (1) વ્યંજનાવગ્રહ - ઇન્દ્રિય અને વિષયના સંબંધથી થતો અતિઅવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ. તેના 4 ભેદ છે - (i) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (i) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (i) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (iv) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ ચક્ષુરિન્દ્રિય અને મન અપ્રાપ્યકારી હોવાથી તેમની સાથે વિષયનો સંબંધ થતો નથી. તેથી ચક્ષુરિન્દ્રિયથી અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. (2) અર્થાવગ્રહ - “આ કંઈક છે' એવો અવ્યક્ત બોધ તે અર્થાવગ્રહ. તેના 6 ભેદ છે - (i) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ (iv) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (i) રસનેન્દ્રિય અર્થાવગ્રહ (v) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ (ii) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (vi) મન અર્થાવગ્રહ વગ્રહ