________________ દ્વાર ૨૧૫મું - 8 કર્મો પપ૯ (4) આસનભવ્ય - જેઓ તે જ ભવમાં કે 2, 3 વગેરે ભવોમાં મોક્ષે જાય છે તે આસન્નભવ્ય જીવો. જે મોક્ષને માને છે, તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને ક્યારેક પણ એવી ચિંતા કરે છે કે, “શું હું ભવ્ય છું કે અભવ્ય ? જો ભવ્ય હોઉં તો સારું. જો અભવ્ય હોઈશ તો મને ધિક્કાર થાઓ.” તે ભવ્ય હોય છે. અભવ્યને આવી ચિંતા કયારેય થતી નથી દ્વાર ૨૧પમું - 8 કર્મો (1) જ્ઞાનાવરણ - વસ્તુના વિશેષ બોધરૂપ જ્ઞાનને ઢાંકે છે. (2) દર્શનાવરણ - વસ્તુના સામાન્ય બોધરૂપ દર્શનને ઢાંકે છે. (3) વેદનીય - સુખ, દુઃખ વગેરે રૂપે અનુભવાય છે. (4) મોહનીય - આત્માને સાચા-ખોટાના વિવેક વિનાનો કરે તે. (5) આયુષ્ય - પોતે કરેલા કર્મથી નરક વગેરે દુર્ગતિમાં ગયેલા જીવને તેમાંથી નીકળવા ન દેનાર કર્મ તે આયુષ્યકર્મ. અથવા એક ભવમાંથી બીજા ભવમાં જનારા જીવને જેનો વિપાકોદય થાય તે આયુષ્યકર્મ. જીવને ભવમાં પકડી રાખે તે આયુષ્યકર્મ. (6) નામ - જીવને ગતિ વગેરે પર્યાયોનો અનુભવ કરાવે તે. (7) ગોત્ર - જીવને ઊંચા-નીચા કુળમાં જન્મ આપે છે. (8) અંતરાય - જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ વગેરેથી અટકાવે - તે કરવા ન દે તે.