________________ 392 દ્વાર ૧૩૧મું - ઉપધિ ધોવાનો કાળ દ્વાર ૧૩૧મું - ઉપધિ ધોવાનો કાળ વર્ષાકાળની પહેલા પાણી વગેરેની સામગ્રી પૂરતી હોય તો ઉત્કૃષ્ટથી બધી ઉપાધિને સાધુઓ ધોવે. પાણી ન હોય તો જઘન્યથી પાત્રનિર્યોગને ધોવે. અન્યકાળે વસ્ત્ર ધોવા સાધુને ન કલ્પ. આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન વગેરેના મેલા વસ્ત્રો વારંવાર ધોવે. આચાર્ય, ઉપાધ્યાય વગેરે મેલા વસ્ત્રો પહેરે તો લોકોમાં નિંદા થાય. ગ્લાન મેલા વસ્ત્રો પહેરે તો ઠંડા પવનના સંપર્કમાં વસ્ત્રો ઠંડા થવાથી આહાર ન પચવાથી અજીર્ણ થાય અને માંદગી વધી જાય. + ચારિત્રમોહનીય કર્મનો મોટો ગંજ આત્મા પર લાગેલો છે. તે માત્ર નિમિત્તાની જ રાહ જુવે છે. પેટ્રોલની ટાંકી ભરેલી પડી છે. હવે ભડકો કરવા માટે એક નાની ચીનગારી કાફી છે. તેથી પેટ્રોલપંપ આગળ સ્મોકીંગની મનાઈ હોય છે. | બસ નિમિત્તની એક નાની ચીનગારી જ તમારા આખા આત્મામાં મોટો ભડકો ઊભો કરીને આત્મગુણોને અને પુણ્યને ભસ્મીભૂત કરી શકે છે. માટે જ સ્મોકીંગ = નિમિત્તોની મનાઈ કરવી જરૂરી છે. + આજ્ઞા છોડી દઈએ આપણે પ્રભુની, ઉપેક્ષા કરતા રહીએ ગુરુદેવના | માર્ગદર્શનની અને પછી ય આપણા પુરુષાર્થને આપણે સફળ બનાવી શકીએ? સર્વથા અસંભવ. અત્યારે આપણે શોભાયાત્રામાં કામ લાગતા પુણ્યના ઘોડા પર સવાર છીએ કે વિજયયાત્રા માટે નક્કી થયેલા ગુણના ઘોડા પર સવાર છીએ? ઉપાદાનશુદ્ધિ એ જ સાધનાની ફળશ્રુતિ છે.