________________ દ્વાર 13 મું - ગુરુ વગેરેની કેટલો કાળ સેવા કરવી? 391 | દ્વાર ૧૩૦મું - ગુરુ વગેરેની કેટલો કાળ સેવા કરવી? | રોગ વગેરેથી પીડાયેલા શરીરવાળા અને ક્ષેત્ર-કાળ વગેરેની હાનિને લીધે અન્ન વગેરે નહીં પામનારા આચાર્ય વગેરેની સાધુઓએ અને શ્રાવકોએ નિર્દોષ કે દોષિત અન્ન વગેરે વડે આટલો કાળ સેવા કરવી - આચાર્યની-જીવનપર્યત. વૃષભની-૧૨ વર્ષ. ત્યાર પછી શક્તિ હોય તો તે વૃષભ અનશન કરે. 12 વર્ષમાં બીજા વૃષભ તૈયાર થઈ જાય. સાધુની-૧૮ માસ. ત્યાર પછી શક્તિ હોય તો તે સાધુ અનશન કરે. વ્યવહારભાષ્યમાં સામાન્યથી ગ્લાનની સેવા આ રીતે કરવાનું કહ્યું છે આચાર્ય 6 માસ સુધી ગ્લાનની ચિકિત્સા કરાવે. છતાં સારું ન થાય તો કુળને તે ગ્લાન સોંપે. કુળ 3 વરસ સુધી ગ્લાનની ચિકિત્સા કરાવે. છતાં સારું ન થાય તો ગણને તે ગ્લાન સોપે. ગણ 1 વરસ સુધી ગ્લાનની ચિકિત્સા કરાવે. છતાં સારું ન થાય તો સંઘને તે ગ્લાન સોંપે. સંઘ નિર્દોષ કે દોષિત અન્ન વગેરેથી જીવનપર્યત ગ્લાનની ચિકિત્સા કરાવે. જે અનશન ન કરી શકે તેની ઉપર કહ્યા મુજબ ચિકિત્સા કરાવવી. જે અનશન કરી શકે તેણે 18 માસ સુધી ચિકિત્સા કરાવ્યા પછી સારું ન થાય તો અનશન કરવું. 18 માસ સુધી ચિકિત્સા કરાવવાનું કારણ એ છે કે સંસારમાં વિરતિ સહિતનું જીવન દુર્લભ છે.