________________ પપ૧ દ્વાર ૨૧૩મું - 9 નિધિ વાજિંત્રોની ઉત્પત્તિ કહી છે. 4 પ્રકારના કાવ્યો-ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપ 4 પુરુષાર્થ સંબંધી કાવ્યો, અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ (મિશ્ર) ભાષા સંબંધી કાવ્યો, અથવા ગદ્ય, પદ્ય, ગેય અને ચર્ણ સંબંધી કાવ્યો. મતાંતરે આ 9 નિધિઓમાં પૂર્વે કહેલા પદાર્થો સાક્ષાત્ ઉત્પન્ન થાય 9 નિધિઓનું સાધારણ સ્વરૂપ - (1) તે 8 ચક્રો ઉપર રહેલ હોય છે. (2) તે 8 યોજન ઊંચા, 9 યોજન પહોળા અને 12 યોજન લાંબા છે. (3) તે પેટીના આકારના છે. (4) તે ગંગાના કિનારે રહેલા છે. ચક્રવર્તી છ ખંડને જીતી લે તે પછી ચક્રવર્તીની સાથે પાતાળમાં ચક્રવર્તીના નગર સુધી આવે છે. (5) તેમના દરવાજા વૈડૂર્યમણીના હોય છે. (6) તેઓ સોનાના બનેલા અને વિવિધ રત્નોથી ભરેલા હોય છે. (7) તેમની ઉપર ચંદ્ર, સૂર્ય, ચક્રના ચિહ્નો હોય છે. (8) તેમના દરવાજાની ઘટના સમ હોય છે. પાઠાંતરે તેમને ઉપમાથી સમજાવી શકવા અશક્ય છે. પાઠાંતરે દરેક સમયે તેમનામાંથી જેટલા પુદ્ગલો નીકળે છે તેટલા જ પુગલો તેમને લાગે છે. પાઠાંતરે તેમના બારણે બારસાખ સમ અને યૂપ જેવા ગોળ અને લાંબા છે. (9) તે નિધિઓમાં પલ્યોપમની સ્થિતિવાળા, નિધિની સમાન નામવાળા દેવો હોય છે, જેમના તે નિધિઓ આવાસ છે. (10) તે નિધિઓનું અધિપતિપણું ખરીદીને મળતું નથી. (11) તે 9 નિધિઓ ચક્રવર્તીઓને વશ થાય છે.