________________ 550 દ્વાર ૨૧૩મું - 9 નિધિ (3) પિંગલક - તેમાં પુરુષોની, મહિલાઓની, ઘોડાઓ ની અને હાથીઓની અલંકારવિધિ કહી છે. (4) સર્વરત્ન - તેમાં ચક્રવર્તીના 14 રત્નોની ઉત્પત્તિ કહી છે. મતાંતરે તેના પ્રભાવથી 14 રત્નો ઉત્પન્ન થાય છે અને પ્રભાવશાળી બને (5) મહાપદ્મ - તેમાં બધા વસ્ત્રોની ઉત્પત્તિ, વસ્ત્ર વગેરેની બધી રચનાની, બધા રંગો અને ધાતુઓની (મતાંતરે વસ્ત્રો વગેરે ધોવાની વિધિઓની) નિષ્પત્તિ કહી છે. (6) કાલ - તેમાં નીચેની વસ્તુઓ કહેવાય છે - (1) જયોતિષશાસ્ત્રનું બધુ જ્ઞાન. (2) તીર્થકરનો વંશ, ચક્રવર્તીનો વંશ અને બળદેવ-વાસુદેવનો વંશ - આ ત્રણ વંશના ત્રણ કાળનું જ્ઞાન. પાઠાંતરે ભૂત-ભવિષ્યના ત્રણ વર્ષ સુધીનું જ્ઞાન. પાઠાંતરે ત્રણે કાળના શુભ-અશુભનું જ્ઞાન. (3) 100 શિલ્પો. કુંભાર, લુહાર, ચિત્રકાર, વણકર, હજામ આ પાંચ શિલ્પોના દરેકના 20-20 ભેદ હોવાથી 100 શિલ્પો છે. (4) પ્રજાને હિતકારી એવા ખેતી, વેપાર વગેરે જઘન્ય-મધ્યમ ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના કર્મો. (7) મહાકાલ - તેમાં જુદા જુદા ભેદવાળા લોઢું, ચાંદી, સોનુ, મણી, મોતી, શિલા, પરવાળા સંબંધી ખાણોની ઉત્પત્તિ કહી છે. (8) માણવક - તેમાં યોદ્ધાઓ, ઢાલ-બખર વગેરે આવરણો અને તલવાર વગેરે શસ્ત્રોની ઉત્પત્તિ, યુદ્ધનીતિ અને સામ-દામ-દંડ ભેદ રૂપ 4 પ્રકારની દંડનીતિ કહી છે. (9) શંખ - તેમાં નૃત્યવિધિ, નાટકવિધિ, 4 પ્રકારના કાવ્યો અને