________________ દ્વાર ૨૧૩મું - 9 નિધિ 549 દ્વાર ૨૧૩મું - 9 નિધિ | 9 નિધિઓમાં શાશ્વત કલ્પપુસ્તકો રહેલા છે. તેમાં વિશ્વની મર્યાદા કહેવાય છે. 9 નિધિ આ પ્રમાણે છે - (1) નૈસર્પ - તેમાં ગામ, ખાણ, નગર, પત્તન, દ્રોણમુખ, મડંબ, છાવણી, ઘર, દુકાનની સ્થાપનાઓ કહેવાય છે. ગામ - તે વાડથી વીંટાયેલુ હોય છે. ખાણ - તેમાં મીઠું વગેરે ઉત્પન્ન થાય છે. નગર - રાજધાની. પત્તન - તેમાં પ્રવેશવાના અને નીકળવાના બે માર્ગ હોય છે - જલમાર્ગ અને સ્થલમાર્ગ. દ્રોણમુખ - તેમાં જલમાર્ગથી જ પ્રવેશી અને નીકળી શકાય છે. મદંબ - તેની આજુ-બાજુમાં અઢી ગાઉમાં અન્ય ગામ હોતુ નથી. છાવણી - સેનાનો પડાવ. (2) પાંડુક - તેમાં ગણિત, ગીત, માન, ઉન્માન, ધરિમ તથા દેશ કાળને ઉચિત અનાજ અને બીજનો પાક આટલું કહ્યું છે. ગણિત - દિનાર વગેરે, સોપારી વગેરેની ગણત્રી. ગીત-સ્વરકરણ, પાટકરણ, ધૂપક, આગા, કટિકિકા વગેરે પ્રબંધો. માન - સેતિકા વગેરે. (બે પસલીની એક સેતિકા વગેરે) ઉન્માન - તુલા (ત્રાજવું), કર્ષ (1 કર્ષ = 1 પલ) વગેરે. ધરિમ - ખાંડ, ગોળ વગેરે. 1. આ પ્રબંધોના નામો છે.