________________ દ્વાર ૨૧૨મું - ચક્રવર્તીના 14 રત્નો પ૪૭ હોય છે. તે ઝેરને દૂર કરે છે. જ્યાં બીજો કોઈ પ્રકાશ નથી હોતો ત્યાં તમિગ્નગુફામાં આ કાકિણી અંધકારને દૂર કરે છે. તેના કિરણો 12 યોજન સુધી ફેલાય છે. ચક્રવર્તી રાત્રો તેની છાવણીમાં કાકિણીને રાખે છે. તે રાત્રે પણ દિવસ જેવો પ્રકાશ આપે છે. તમિસ્ર ગુફામાં ચક્રવર્તી કાકિણીથી ચક્રની ધારના આકારના 49 માંડલા આલેખે છે. તે ગોમૂત્રિકાના આકારે બન્ને દિવાલો પર આલેખે છે. એટલે એક દિવાલ ઉપર 25 માંડલા અને બીજી દિવાલ ઉપર 24 માંડલા આલેખે છે. તે માંડલાઓ 500 ધનુષ્ય લાંબા-પહોળા હોય છે. ચક્રવર્તી જીવે ત્યાં સુધી તે માંડલા તેમ જ રહે છે અને ગુફાઓ ખુલ્લી રહે છે. તે કાકિણીરત્ન 4 અંગુલપ્રમાણ છે. (13) ખડ્ઝ - યુદ્ધભૂમિમાં તેની શક્તિ કુંઠિત થતી નથી. તે 32 અંગુલ લાંબુ હોય છે. (14) દંડ - તે રત્નમય પાંચ લતાવાળુ અને વજનું હોય છે. તે શત્રુના સંપૂર્ણ સૈન્યનો વિનાશ કરે છે. તે ચક્રવર્તીની છાવણીમાં ઊંચાનીચા પ્રદેશો સમ કરે છે અને શાંતિ કરે છે. તે ચક્રવર્તીને હિતકારી હોય છે અને તેના ઇષ્ટ મનોરથો પૂરે છે. વિશેષ પ્રયત્નથી તેનો ઉપયોગ કરવાથી તે જમીનમાં નીચે હજાર યોજન સુધી પણ જાય છે. તે 1 વામપ્રમાણ છે. આ દરેક રત્ન 1,000-1,000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે. 0 સેનાપતિ વગેરે સાત રત્નો પંચેન્દ્રિય છે. ચક્ર વગેરે સાત રત્નો એકેન્દ્રિય છે. જંબુદ્વીપમાં ચક્રવર્તીઓ અને તેમના રત્નો -