________________ 546 દ્વાર ૨૧૨મું - ચક્રવર્તીના 14 રત્નો કરવા તે સમર્થ છે. તેમાં 99,000 સોનાના સળીયા છે, સોનાનો દંડ છે, મધ્યભાગે પિંજરો છે. તેનો બહારનો ભાગ અર્જુન નામના સફેદ સોનાનો બનેલો છે. તે શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું સુંદર છે. તે સૂર્યનો તાપ, પવન, વરસાદ વગેરે દોષોનો ક્ષય કરે છે. તે 1 (10) ચર્મ - તે ચક્રવર્તીના હાથના સ્પર્શથી 12 યોજન લાંબુ-પહોળુ થાય છે. છત્રની નીચે રહેલા તેમાં સવારે વાવેલ અનાજ સાંજે પાકી જાય છે. તે 2 હાથ લાંબુ હોય છે. (11) મણિ - તે વૈડૂર્યમય, ત્રિકોણ અને 6 ખૂણાવાળું છે. ઉપર-નીચે રહેલા છત્ર-ચર્મની અંદર છત્રની મધ્યમાં રાખેલું તે 12 યોજનના વિસ્તારવાળા ચક્રવર્તીના સૈન્યને પ્રકાશિત કરે છે. તમિગ્નગુફા અને ખંડપ્રપાતગુફામાં પ્રવેશતા ચક્રવર્તીના હાથીના જમણા લમણે બંધાયેલું તે પૂર્વ-પશ્ચિમ અને આગળ એમ ત્રણ દિશાઓમાં 12 યોજન સુધી અંધકારને દૂર કરે છે. તે મણિ જેના હાથે કે માથે બંધાય તેના દેવ-મનુષ્ય-તિર્યંચ સંબંધી બધા ઉપદ્રવો અને બધા રોગો દૂર થાય છે. તે મણિને માથે કે અન્ય અંગમાં બાંધીને જે યુદ્ધમાં પ્રવેશે તેનો શસ્ત્રોથી વધ ન થાય અને તે બધા ભયોથી મુક્ત થાય. તે મણિને જે હાથના કાંડામાં બાંધે તેની યુવાની અને કેશ-નખ અવસ્થિત રહે છે. તે 4 અંગુલ લાંબુ અને ર અંગુલ પહોળુ હોય છે. (12) કાકિણી - તે 8 સુવર્ણ૧ જેટલા પ્રમાણવાળુ હોય છે. તે ચોરસ 1. સુવર્ણનું માન આ પ્રમાણે છે - 4 મીઠા ઘાસના ફળ = 1 સફેદ સરસવ. 16 સફેદ સરસવ = 1 અળદ. ર અળદ = 1 ગુંજા (ચણોઠી). 5 ગુંજા = 1 કર્મમાષ (3 વાલ = 1 કર્મમાષ). 16 કર્મમાષ = 1 સુવર્ણ - જંબૂ.પ્ર. 226