________________ દ્વાર ૨૧૨મું - ચક્રવર્તીના 14 રત્નો 545 દ્વાર 21 રમું - ચક્રવર્તીના 14 રત્નો તે તે જાતિમાં જે ઉત્કૃષ્ટ હોય તેને રત્ન કહેવાય. ચક્રવર્તીના 14 રત્નો હોય છે. તે આ પ્રમાણે - (1) સેનાપતિ - તે સેનાનો નાયક છે. તે ગંગા-સિંધુના સામા કિનારાના રાજા વગેરે ઉપર વિજય મેળવે છે. (2) ગૃહપતિ - તે ચક્રવર્તીના ઘરના બધા કામકાજનું ધ્યાન રાખે છે. તે ચોખા વગેરે બધા અનાજ, આંબા વગેરે બધા સ્વાદિષ્ટ ફળો અને બધા શાકોને તૈયાર કરે છે. (3) પુરોહિત - તે શાંતિકર્મ વગેરે કરે છે. (4) ઘોડો - તે પ્રકૃષ્ટ વેગવાળો અને મહાપરાક્રમી હોય છે. (5) હાથી - તે પ્રકૃષ્ટ વેગવાળો અને મહાપરાક્રમી હોય છે. (6) વર્ધક - તે ઘરની રચના વગેરેનો સૂત્રધાર છે. તે તમિગ્નગુફામાં અને ખંડપ્રપાતગુફામાં રહેલી ઉત્પન્નકલા અને નિમગ્નકલા નામની નદીઓની ઉપર લાકડાના પૂલ બાંધે છે જેથી ચક્રવર્તીનું સૈન્ય સામે કિનારે જઈ શકે. (7) સ્ત્રીરત્ન - તે અદ્ભુત કામસુખનો ભંડાર છે. (8) ચક્ર - તે બધા શસ્ત્રો કરતા ચઢિયાતું છે. મુશ્કેલીથી દમી શકાય એવા શત્રુઓ ઉપર ચક્ર વિજય મેળવે છે. તે 1 વ્યામ પ્રમાણ છે. (9) છત્ર - તે રાજલક્ષ્મીનું ચિહ્ન છે. ચક્રવર્તીના હાથના સ્પર્શથી તે 12 યોજન લાંબુ-પહોળું થાય છે. વૈતાઢયપર્વતના ઉત્તરવિભાગમાં રહેલા પ્લેચ્છોને સહાય કરનારા મેઘકુમારદેવોએ વરસાવેલા પાણીને દૂર 1. વ્યામ = બે હાથ પહોળા કરીને ઊભેલા મનુષ્યના બે હાથની આંગળીઓ વચ્ચેનું અંતર.