SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 536 દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ પરિણામરૂપ છે.” ક્રિયાવાદીના 180 ભેદ આ રીતે જાણવા - કાલવાદીના મતે જીવ સ્વરૂપથી નિત્ય છે. કાલવાદીના મતે જીવ સ્વરૂપથી અનિત્ય છે. કાલવાદીના મતે જીવ પરરૂપથી નિત્ય છે. કાલવાદીના મતે જીવ પરરૂપથી અનિત્ય છે. આમ કાલવાદીના મતે ચાર ભેદ થયા. એમ સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરવાદી, આત્મવાદી દરેકના મતે ચાર-ચાર ભેદ થાય. આમ જીવને આશ્રયીને 20 ભેદ થયા. એમ અજીવ વગેરે આઠને આશ્રયીને પણ 20-20 ભેદ થાય. આમ કુલ 180 ભેદ થયા. (2) અક્રિયાવાદી - આત્મા વગેરેને ન માને તે અક્રિયાવાદી. તેઓ એમ માને છે કે ઉત્પત્તિ પછી તરત જ બધા પદાર્થો નાશ પામે છે. તેથી કોઈ પદાર્થ અવસ્થિત ન હોવાથી ક્રિયા થતી નથી. તેમના 84 ભેદ છે - જીવ અજીવ કાળથી આવ સ્વભાવથી સંવર | 7 X સ્વરૂપથી ) 2 X નિયતિથી | 6 = 84 બંધ પરરૂપથી ઈશ્વરથી નિર્જરા આત્માથી મોક્ષ યદેચ્છાથી યદેચ્છાવાદી - તેઓ વસ્તુઓના ચોક્કસ કાર્યકારણભાવને માનતા નથી. તેઓ એમ માને છે કે બધું ઇચ્છામુજબ ગમે તેમ થાય છે. તેઓ એમ કહે છે કે, “દેડકામાંથી પણ દેડકો ઉત્પન્ન થાય છે અને છાણમાંથી
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy