________________ ધાર ૨૦૬મું - 363 પાખંડીઓ 537 પણ દેડકો ઉત્પન્ન થાય છે. માટે કોઈ ચોક્કસ કાર્યકારણભાવ નથી. કોઈપણ વસ્તુમાંથી કોઈપણ વસ્તુ થાય છે.” અક્રિયાવાદીના 84 ભેદ આ રીતે જાણવા - કાલવાદીના મતે જીવ સ્વરૂપથી નથી. કાલવાદીના મતે જીવ પરરૂપથી નથી. આમ કાલવાદીના મતે બે ભેદ થયા. એમ સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરવાદી, આત્મવાદી અને યદચ્છાવાદી દરેકના મતે બે-બે ભેદ થાય. આમ જીવને આશ્રયીને ૧ર ભેદ થયા. એમ અજીવ વગેરે 6 ને આશ્રયીને પણ 12-12 ભેદ થાય. આમ કુલ 84 ભેદ થયા. (3) અજ્ઞાનિક - તેઓ એમ માને છે કે અજ્ઞાન સારું છે અને વિચાર્યા વિના કરાયેલ કર્મબંધ નિષ્ફળ જાય છે. તેઓ એમ કહે છે કે, જ્ઞાન હોય તો વિવાદ થાય છે. તેથી મનમાં સંકૂલેશ થાય છે. તેથી લાંબો સમય સંસારમાં રખડવું પડે છે. જો અજ્ઞાનનો આશ્રય કરાય તો અહંકાર ન થાય. તેથી બીજા ઉપર મનમાં ખરાબ ભાવ ન થાય. તેથી કર્મબંધ ન થાય. વળી, મનથી વિચારીને કરેલી પ્રવૃત્તિથી થયેલો કર્મબંધ ભયંકર ફળ આપે છે અને અવશ્ય ભોગવવો પડે છે. મનથી વિચાર્યા વિના માત્ર વચનથી અને કાયાથી કરેલી પ્રવૃત્તિથી થયેલો કર્મબંધ અલ્પ ફળ આપે છે અને ભોગવવો પડતો નથી. વળી, બધા ધર્મો જ્ઞાનના જુદા જુદા સ્વરૂપને માને છે. તેથી જ્ઞાનનો નિશ્ચય થઈ શકતો નથી. માટે જ્ઞાન સારું નથી. તેમના 67 ભેદ છે -