________________ 535 દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ દ્વાર ૨૦૬મું - 363 પાખંડીઓ (1) ક્રિયાવાદી - આત્મા વગેરેના અસ્તિત્વને માને તે ક્રિયાવાદી. પુણ્યબંધ વગેરે ક્રિયાઓ આત્મામાં થાય છે એમ તેઓ માને છે. તેમના 180 ભેદ છે. | | સ્વભાવથી આત્માથી અજીવ પુણ્ય કાળથી પાપ આસ્રવ | 9 X સ્વરૂપથી 2 X નિત્ય ) 2 X નિયતિથી | 5 = 180 સંવર પરરૂપથી એ અનિત્ય ઈશ્વરથી બંધ નિર્જરા મોક્ષ કાળવાદી - જે સંપૂર્ણ જગતને કાળથી કરાયેલું માને છે તે કાળવાદી. તેઓ એમ કહે છે કે, “વૃક્ષોની ફૂલ ઊગવા - ફળ લાગવા વગેરે અવસ્થાઓ, નક્ષત્ર - ગર્ભાધાન વગેરે અવસ્થાઓ, ઋતુઓના વિભાગો, બાળ-કુમારયુવાની વગેરે અવસ્થાઓ કાળ વિના ઘટતી (સંગત થતી) નથી.” સ્વભાવવાદી - તેઓ એમ કહે છે કે, “આ જગતમાં બધા પદાર્થો સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. માટીમાંથી ઘડો જ બને છે, કપડું નહીં. તંતુઓમાંથી કપડું જ બને છે, ઘડો નહીં. આનું કારણ માટીમાં અને તંતુઓમાં રહેલો તેવા પ્રકારનો ચોક્કસ સ્વભાવ છે.” નિયતિવાદી - તેઓ એમ કહે છે કે, “બધા પદાર્થો નિયતિથી ઉત્પન્ન થાય છે. જે વસ્તુ જયારે જેમાંથી થવાની હોય તે વસ્તુ ત્યારે તેમાંથી થાય જ છે.” ઈશ્વરવાદી - તેઓ જગતને ઈશ્વરે બનાવેલું માને છે. આત્મવાદી - તેઓ એમ માને છે કે, “આ વિશ્વ આત્માના