________________ દ્વાર ૧૮૮મું ઇન્દ્રિયોના સ્વરૂપ અને વિષયો 507 ઇન્દ્રિય જાડાઈ | પહોળાઈ | કેટલા દૂર રહેલા વિષયને ગ્રહણ કરે ? ઉત્કૃષ્ટથી જઘન્યથી સ્પર્શનેન્દ્રિય | અંગુલ | શરીરપ્રમાણ | 9 યોજન અંગુલ અસંખ્ય અસંખ્ય | 9 યોજના અંગુલ અસંખ્ય રસનેન્દ્રિય | અંગુલ | 1 અંગુલ અસંખ્ય ધ્રાણેન્દ્રિય અંગુલ | અંગુલ અસંખ્ય | અસંખ્ય ચક્ષુરિન્દ્રિય | અંગુલ | અંગુલ અસંખ્ય | અસંખ્ય શ્રોત્રેન્દ્રિય અંગુલ | અંગુલ અસંખ્ય | અસંખ્ય 9 યોજન અંગુલ અસંખ્ય સાધિક 1 લાખ યોજન| અંગુલ સંખ્યાત 12 યોજના અંગુલ અસંખ્ય પ્રશ્ન - સ્પર્શનેન્દ્રિય અંગુલ પ્રમાણ જાડી હોય તો તલવારનો ઘા અસંખ્ય થવા પર શરીરની અંદર વેદનાનો અનુભવ શી રીતે થાય છે? જવાબ - જેમ ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂપ છે તેમ સ્પર્શનેન્દ્રિયનો વિષય ઠંડો-ગરમ સ્પર્શ છે. તેથી તલવારનો ઘા થવા પર જે દુ:ખનો અનુભવ થાય છે તે સ્પર્શનેન્દ્રિયનો વિષય નથી. તેને તો આત્મા સંપૂર્ણ શરીરથી અનુભવે છે, તાવ વગેરેની વેદનાની જેમ. શરીરના બહારના અને અંદરના અવયવોના છેડે (અંતે) સ્પર્શનેન્દ્રિય રહેલી છે. તેથી ઠંડુ પાણી પીતા અંદરમાં ઠંડકનો અનુભવ થાય છે. 1. સ્પર્શનેન્દ્રિયની પહોળાઈનું માપ ઉત્સધાંગુલથી જાણવું, શેષ 4 ઇન્દ્રિયોની પહોળાઈનું માપ આત્માંગુલથી જાણવું. 2. આ માપ આત્માંગુલથી જાણવું. 3. આ માપ અભાસ્વર દ્રવ્ય (દેદીપ્યમાન ન હોય તેવું દ્રવ્ય)ની અપેક્ષાએ જાણવું. ભાસ્વર દ્રવ્યને તો 21 લાખ યોજનથી વધુ દૂરથી પણ જુવે. દા.ત. પુષ્કરવાર્ધદ્વીપના મનુષ્યો કર્કસંક્રાન્તિમાં 21,34, ૫૩૭યોજન દૂર રહેલ સૂર્યને જુવે છે.